________________ मरु इक्कारसजोअणसय, इगवीसिक्कारसाहिआ कमसो / मेरुअलोगाबाहिं, जोइसचक्कं चरइ ठाइ ||94 / / 94) 1121 યો. મેરૂથી તથા 1111 ય. અલોકથી અબાધા (અંતર) રાખી ક્રમશઃ ચર જ્યોતિષચક્ર હંમેશા ચાર ચરે છે, તથા સ્થિર જ્યોતિષચક્ર સ્થિર રહે છે. जोइसिअविमाणाइं, सव्वाइं हवंति फालिअमयाइं / दगफालिआमया पुण, लवणे जे जोइसविमाणा ||95|| 95) બધા જ જ્યોતિષવિમાનો સ્ફટિકમય હોય છે તથા લવણમાં જે જ્યોતિષવિમાનો હોય છે તે પાણીને ભેદીને આગળ વધવાના સ્વભાવવાળા હોય છે. लवणम्मि उ जोइसिआ, उड्डलेसा हवंति नायव्वा / तेण परं जोइसिआ, अहलेसागा मुणेअव्वा ||96 / / 96) લવણની અંદર રહેલા જ્યોતિષના વિમાનો ઊદ્ગલેશ્યાવાળા જાણવા, તેને છોડી બાકીના બધા જ્યોતિષના વિમાન અધોલેશ્યાવાળા છે. चित्तंतरलेसागा, चंदा सूरा अवडिआ बाहिं / अभिजिइजोए चंदा, सूरा पुण पुस्सजोएण ||97 / / 97) (22 દ્વિપની) બહારના ચંદ્ર-સૂર્ય અવસ્થિત સ્થાને, અલગ-અલગ લેશ્યાવાળા હોય છે, વળી ચંદ્ર અભિજીતના, સૂર્ય પુષ્યના યોગવાળા હોય છે. तवगणगयणदिणेसरसूरीसरविजयसेणसुपसाया / नरखित्तचारिचंदाइआण मंडलगमाईणं // 98|| एसो विआरलेसो, जीवाभिगमाइआगमेहिंतो / विणयकुसलेण लिहिओ, सरणत्थं सपरगाहाहिं ||99 / / 98-99) તપગચ્છના ગગનના સૂર્યસમા (આચાર્ય) વિજયસેનસૂરિના સુપ્રસાદથી નરક્ષેત્રમાં ભ્રમણ કરતા ચંદ્રાદિના મંડલાદિની પ્રરૂપણા જીવાભિગમાદિ આગમમાંથી ઉદ્ધત કરીને (સ્વપરકૃત ગાથાઓ વડે પોતાની સ્મૃતિ માટે) વિનયકુશલ ગણિ વડે લખાઇ છે.