________________ रविदुगभमणवसाओ, निप्फज्जइ मंडलं इहं एगं / तं पुण मंडलसरिसं, ति मंडलं वुच्चइ तहाहि ||13|| 13) બે સૂર્યની (અર્ધવર્તુળાકારે) ગતિ થવાને લીધે અત્રે મંડલની રચના થાય છે, વાસ્તવિકતામાં (નિશ્ચયથી) મંડલ-વર્તુળાકારે ન હોવા છતાં મંડલ-વર્તુળ સમાન હોવાથી મંડલ કહેવાય છે. गिरिनिसढनीलवंतेसु उग्गयाणं रवीण कक्कम्मि | पढमाउ चेव समया, ओसरणेणं जओ भमणं / / 14 / / तो नो निच्छयरुवं, निप्फज्जइ मंडलं दिणयराणं / चंदाण वि एवं चिअ, निच्छयओ मंडलाभावो ||15|| 14-15) નિષધ-નીલવંત પર્વત ઉપરથી કર્ક સંક્રાંતિના પ્રથમ દિવસે ઉગતા સૂર્યો તે પ્રથમ સમયથી જ પોતાના સ્થાનથી કંઇક બાજુમાં (દક્ષિણ તરફ) થઇને જ ભ્રમણ કરે છે તેથી સૂર્યનું નિશ્ચયથી (વાસ્તવિકપણે) મંડલ બનતું નથી. ચંદ્રના પણ આ રીતે નિશ્ચયથી માંડલાનો અભાવ જ છે. रयणिअरदिणयराणं, उड्डे अ अहे अ संकमो नत्थि / मंडलसंकमणं पुण, समंतरबाहिरं तिरिअं ||16|| 16) સૂર્ય અને ચંદ્રનો પોતાના સ્થાનથી ઊર્ધ્વ-અધો સંક્રમ નથી પણ તિર્જી એટલે સર્વાત્યંતર મંડલામાંથી સર્વબાહ્યમંડલમાં તથા સર્વ બાહ્યમંડલામાંથી સર્વઅત્યંતર મંડલમાં સંક્રમ શક્ય છે. ससिससि रविरवि अंतर, मज्झे इगलक्ख तिसयसट्टणो / साहिअदुसयरिपण चय, बहि लक्खो छसयसहिओ / / 17 / / 17) (સર્વ-અભ્યતર મંડલમાં) બે ચંદ્ર અને બે સૂર્ય વચ્ચેનું અંતર 99640 યોજન છે અને સર્વ બહારના મંડલમાં બે ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું અંતર 100660 યોજન થાય છે. तिन्नेव सयसहस्सा, पन्नरस हवंति जोअणसहस्सा | एगुणनउआ परिही, अभंतरमंडले तेसिं ||18|| लक्खतिगं अट्ठारससहसा, तिन्नि सय पंचदसअहिआ | परिहीइ जोअणाई, बाहिरए मंडले हुति / / 19 / / 2 18-19) સર્વઅત્યંતર મંડલની પરિધિ 315089 યોજન તથા સર્વ બાહ્યW મંડલની પરિધિ 318315 યોજન છે.