________________ छावत्तरं गहाणं, पंतिसयं होइ मणुअलोगम्मि / छावट्ठी अ छावट्ठी अ, होइ इक्किक्किया पंती ||6|| 6) એવીજ રીતે મનુષ્યલોકમાં બન્ને બાજુ 88 ગ્રહોની 66-66 પંક્તિઓ રહેલી છે. ते मेरु पडिअडंता, पयाहिणावत्तमंडला सब्वे | अणवडिअजोगेहिं, चंदा सूरा गहगणा य / / 7 / / 7) ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા આ પાંચેય (જંબુદ્વીપના) મેરૂને કેન્દ્રમાં રાખી અલગ-અલગ મંડલોમાં (ગતિપથમાં) રહી સતત પ્રદક્ષિણાકારે ફરી રહ્યા છે. दीवे असिइसयं जोअणाण तीसहिअ तिन्नि सय लवणे / खित्तं पणसयदसहिअ, भागा अडयाल इगसट्ठा ||8|| 8) વિખંભને (પહોળાઇને) આશ્રયીને (સૂર્ય-ચંદ્ર તથા નક્ષત્રનું) ચાર ક્ષેત્ર જંબુદ્વીપમાં 180 યો. તથા લવણમાં 330 ચો. એમ કુલ 510 મો. 9 છે. इह दीवे दुन्नि रवी, दुन्नि अ चंदा सया पयासंति / चुलसीसयमेगेसिं, मंडलमन्नेसिं पन्नरस ||9|| 9) જંબૂદ્વીપમાં 2 સૂર્યો અને 2 ચંદ્રો ક્રમશ: 184 મંડલ તથા 15 મંડલમાં રહી સતત પ્રકાશે છે. दो जोअणंतराइं, सूराण ससीण पंचतीसा य / तीसमिगसट्ठिभागा, चउरो तस्सत्तभागा य ||10|| 10) સૂર્યના બે માંડલા વચ્ચે પરસ્પરનું ર યોજનાનું તથા ચંદ્રના બે માંડલા વચ્ચે પરસ્પર 35 26 3યોજનાનું અંતર રહેલું છે. सततमंतरमेअं, रवीण पणसट्टिमंडला दीवे | तत्थ बिसट्ठी निसढे, तिन्नि अ बाहाइ तस्सेव / / 11 / / चंदाणं निसढे वि अ, मंडल पण गुरुवएसि दीसंति / सेसाई मंडलाइं, दोण्ह वि जलहिस्स मज्झम्मि ||12 / / 11-12) (પૂર્વે કહ્યા મુજબનું) સતત પરસ્પર અંતર ધરાવનારા સૂર્યના 65 મંડલ જંબૂદ્વીપમાં છે તેમાં 62 મંડલ નિષધ પર્વત પર અને 3 મંડલ તેની બાહા પર છે તથા જંબૂદ્વીપમાં (નિષધ પર) ચંદ્રના 5 મંડલ છે. બન્નેના બાકીના મંડલો (સૂર્યના-૧૧૯, ચંદ્રના-૧૦) લવણ સમુદ્રની મધ્યમાં છે તેવું ગુરૂપદેશથી 5 જણાય છે.