________________ પરિશિષ્ટ-૧ પંડિત વિનયફશલગતિ વિરચિત મંડલ પ્રકરણનું મૂળ તથા ગુજરાતી - છે पणमिअ वीरजिणिंदं, भवमंडलभमणदुक्खपरिमुक्कं | चंदाइमंडलाई-विआरलवमुद्धरिस्सामि ||1|| 1) સંસારચક્રના પરિભ્રમણના દુ:ખથી મુક્ત થયેલા વીરજિનેશ્વરને નમન કરીને જીવાભિગમાદિ આગમોમાંથી ચંદ્ર-સૂર્યાદિના મંડલાદિની કંઇક-વાતોનો ઉદ્ધાર કરીશ. (પ્રરૂપણા કરીશ.) ससिरविणो दो चउरो, बार दुचत्ता बिसत्तरी अ कमा / जंबूलवणोआइसु, पंचसु ठाणेसु नायव्वा ||2|| 2) જંબુદ્વીપ, લવણ, ધાતકીખંડ, કાળોદધિસમુદ્ર તથા પુષ્કરાર્ધદ્વીપ આ પાંચમાં ક્રમશઃ 2, 4,12, 42 અને 72 ચંદ્ર તથા સૂર્ય રહેલા જાણવા. बत्तीससयं चंदा, बत्तीससयं च सूरिआ सययं / समसेणीए सव्वे, माणुसखित्ते परिभमंति ||3|| 3) આમ, (મેરૂ પર્વતની આસપાસ) મનુષ્યક્ષેત્રમાં 132 ચંદ્ર તથા 132 સૂર્ય સમશ્રેણીમાં રહી પરિભ્રમણ કરે છે. चत्तारि अ पंतीओ, चंदाइच्चाण मणुअलोगम्मि / छावट्ठी छावट्ठी, होई इक्किक्किआ पंती ||4|| 4) મનુષ્યલોકમાં પૂર્વોક્તરીતે 2- ચંદ્રની તથા ર-સૂર્યની પંક્તિઓ બને, તે બધામાં ૬૬-૬૬ની સંખ્યામાં સૂર્ય કે ચંદ્રના વિમાનો રહેલા હોય. (આમ ચંદ્રની 2 પંક્તિ = 66 + 66 = 132, સૂર્યની પંક્તિ = 6666=132) छप्पन्नं पंतीओ, नक्खत्ताणं तु मणुअलोगम्मि / छावट्ठी छावट्ठी, होई इक्किक्किया पंती / / 5 / / 5) 1 ચંદ્રના પરિવારભૂત 28 નક્ષત્રો હોવાથી 2 ચંદ્રના પ૬ નક્ષત્રોની 1 પંક્તિ 0 એમ કુલ 66-66 પંક્તિઓમાં મનુષ્યલોકમાં નક્ષત્રો રહેલા છે. (આમ એક બાજુ 66 x 28 નક્ષત્રો, બીજી બાજુ 66 x 28 નક્ષત્રો)