________________ પ્રકાશકીય પદાર્થ પ્રકાશ ભાગ-૨૫ને પ્રકાશિત કરતા આજે અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ...પરમોપકારી પૂજ્ય ગુરૂદેવશ્રી વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શાસનરક્ષા અને શાસન સેવાના એક પણ યોગને સાધવામાં જીવનભર પાછું વળીને જોયું નથી. તેમાંય શ્રુતભક્તિ એ તેમનો જાણે શ્વાસ પ્રાણ...સંયમજીવનના પ્રારંભિકકાળના અભ્યાસ દરમ્યાન પુષ્કળ ગ્રંથોના પદાર્થોનું સંકલન કરી દિવસરાત પાઠ કરેલ...પૂજ્યશ્રીના એ પદાર્થોના સંકલનને પ્રકાશિત કરવાના લક્ષ્ય સાથે શરૂ થયેલી અમારી યાત્રામાં હવે પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યાદિ વર્ગનું પણ પીઠબળ મળતું થયું છે.. પદાર્થ પ્રકાશ ભાગ-૨૫માં વિ.સં. ૧૬૫ર મા વર્ષે મુલતાનનગરે શ્રી વિનયકુશલગણિએ રચેલ મંડલ પ્રકરણ સ્વોપજ્ઞવૃત્તિના પદાર્થ સંગ્રહ, મૂળ ગાથા-અનુવાદ, સ્વોપજ્ઞ ટીકા આદિને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ...જૈન ખગોળ વિષયક ભરપુર માહિતીઓથી સભર આ ગ્રંથ અનેકાનેક આગમ ગ્રંથોના અને આકર ગ્રંથોના અભ્યાસમાં સહાયક બનશે, આ ગ્રંથોના પદાર્થોનું સંકલન પ.પૂ. શ્રુતસંરક્ષણોદ્યમી ગુરૂદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન ૫.પૂ. પંન્યાસજી શ્રી સંયમબોધિવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજશ્રી કૃપાબોધિવિજયજી મ.સા. એ ઘણી જ મહેનતથી કરેલ છે. પૂજ્યશ્રીનો ખૂબ-ખૂબ આભાર...આ સંકલનની વિશેષતા એ છે કે પદાર્થબોધ સ્પષ્ટ કરવા 40 થી અધિક ચિત્રો તથા અનેક કોષ્ટકો દ્વારા ગ્રંથને સમૃદ્ધ કરવામાં આવ્યો છે. ઘણા ચિત્રો તો પ્રથમ જ વાર બનાવવામાં આવ્યા છે. પૂજ્યશ્રીની ઋતોપાસનાની અંતરથી અનુમોદના...