________________ * પ.પૂ. તપ-ત્યાગ-તિતિક્ષામૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં. .પૂ. સમતાસાગર પંન્યાસ પ્રવર પાવિજયજી ગણિવરના ચરણોમાં. - પ.પૂ. ગીતાર્થ મૂર્ધન્ય, આગમદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં. - પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ પદાર્થપ્રકાશશ્રેણિ પ્રેરક દાદા ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના ચરણોમાં જીવનના પ્રત્યેક તબક્કે વાત્સલ્ય અને વિશિષ્ટ માર્ગદર્શન પુરૂ પાડનારા, સહસ્ત્રકુટ તપ આરાધક, હૃદયસ્પર્શી પ્રવચનકાર પૂ.પૂ. ગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રી સંયમબોધિવિજયજી ગણિવર ના ચરણોમાં. * ખૂબ સૂક્ષ્મતાથી પ્રસ્તુત ગ્રંથનું સંશોધન કરી આપનારા પ.પૂ. વિર્ય રત્નબોધિવિજયજી મ.સા. ના ચરણોમાં. આ ઉપરાંત ચિત્રો બનાવવા તથા સુંદર અક્ષરોમાં લખાણ તૈયાર કરવામાં સતત સહાયક બનનાર લઘુ ગુરૂબંધુ પૂ. મુનિરાજ શ્રી ધન્યબોચિવિજયજી મ.સા. આદિ શ્રમણપુંગવો, તથા પૂ. બાપજી મ.સા. ના સમુદાયના સા. શ્રી નમ્રાશયાશ્રીજી (બેન મ.સા.) મ. આદિ અનેકની સહાયથી આ કાર્ય શક્ય બન્યું છે. તે સર્વેને પણ આ પ્રસંગે કૃતજ્ઞતાપૂર્વક વંદન કરું છું. * પૂ. પ્રવર્તક કાંતિવિજયજી ગણિવરના શિષ્ય (અનેક તાત્વિક ગ્રંથોના સંશોધક-સંપાદક) મુનિપ્રવર પૂ. ચતુરવિજયજી મ.સા. દ્વારા વિ.સં. ૧૯૭૮માં પ્રકાશિત મંડલ પ્રકરણ પુસ્તકનો જ અત્રે આધાર લીધો છે, તેઓના ચરણે પણ વંદન. પૂર્વ પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગરનો પણ ખૂબ-ખૂબ આભાર. - સ્વચ્છ અને સુઘડ પ્રિન્ટિંગ કાર્ય શીધ્ર કરી આપીને સહાયક બનનારા શુભાય-આર્ટના દિનેશભાઇ મુડકર્ણી તથા ચિત્ર નિર્માણના કોમ્યુટર વર્કમાં સહાયક થનાર રિદ્ધિ ગ્રાફીક્સ-પિયુષભાઇને પણ ધન્યવાદ. પુસ્તક પ્રકાશનમાં સંઘના જ્ઞાનખાતામાંથી ઉદારતાભર્યો લાભ લઇ મહાન સુકૃત ઉપાર્જનાર. શ્રી મહાવીરનગર શ્વે.મૂ.પૂ. જૈન સંઘ-શંકરલેન, કાંદિવલીની ખૂબ અનુમોદના. * પ્રસ્તુત પુસ્તકના અભ્યાસથી સૌ કોઇ જીવો આત્મકલ્યાણમાં સ્થિર બને - એજ અભ્યર્થના...પ્રભુવચનોથી વિરૂદ્ધ કંઇપણ જણાય તો વિદ્વાનોને ધ્યાન દોરવા નમ્ર વિનંતિ. પૂ.પં. શ્રી સંયમબોધિ વિ. ગણિવર શિષ્યાણ મુનિ કૃપાબોધિ વિ. જુનાગઢ, વૈ.સુ.૧૫