________________ પ્રસ્તુત પદાર્થ સંગ્રહનું સંશોધન વિદ્વદર્ય પ.પૂ. મુનિવર શ્રી રત્નબોધિવિજયજી મ.સા.એ પોતાની સૂક્ષ્મદષ્ટિથી કરી આપેલ છે. પૂજ્યશ્રીના ચરણોમાં પણ નતમસ્તકે વંદના... શ્રી જૈન આત્માનંદસભા-ભાવનગર દ્વારા વિ.સં. 1978 માં એટલે કે આજથી 94 વર્ષ પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી ચતુરવિજયજી મ.સા. ના સંપાદનપૂર્વક આ ગ્રંથ પ્રકાશિત કરેલ. પૂર્વ સંપાદક અને પૂર્વ પ્રકાશકના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. અને આભાર વ્યક્ત કરીએ છીએ... આ પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર શુભાય આર્ટવાળા દિનેશભાઇ મુડકર્ણી તથા પ્રારંભિક તબક્કે ચિત્ર નિર્માણમાં સહાયક બનનાર અમદાવાદ સ્થિત રિદ્ધિ ગ્રાફિક્સવાળા પિયુષભાઇનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકના અધ્યયન દ્વારા વીતરાગવચનોના સારતત્ત્વને પામી સહુ કોઇ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ એ જ મંગલ શુભાશિલાષા.. લી.. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ, ધરણેન્દ્ર અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ, મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહ