________________ 7 આ 7. પાંચ પ્રકારના માસ તથા 6 તે યુગાદિની ગોઠવણ જ્યોતિષચક્રમાં મુખ્ય 5 અંગો છે. સૂર્ય-ચંદ્ર-નક્ષત્ર-ગ્રહ અને તારા. તેમાંથી તારાના માંડલા નિશ્ચિત છે વળી તેની સંખ્યા કોટાકોટીની છે, માટે તે બધાની વાતો-ગણિત-મંડલાદિની પ્રરુપણા કરવી શક્ય પણ નથી. ગ્રહના માંડલા અનિયમિત છે, માટે 88 ગ્રહોમાંના દરેકની ગતિ આદિ પણ અલગ છે માટે તેની પણ પ્રરુપણા ઘણી ક્લિષ્ટ બને છે. હા, સૂર્ય-ચંદ્ર-નક્ષત્રની ગતિ આદિનું સ્પષ્ટવર્ણન શાસ્ત્રમાં આજેય ઉપલબ્ધ છે, વળી સૂર્ય-ચંદ્ર (1) વલયાકારે ગતિ કરે છે, (2) બંન્નેની વર્તુળાકારે પણ ગતિ ભિન્ન છે માટે બંન્નેની ગતિ દ્વારા નિશ્ચિત થતા મુહૂર્ત, તિથિ, કરણ, દિવસ, રાત, માસ, વર્ષ વગેરેનું માપ પણ અલગ-અલગ આવશે. વળી નક્ષત્રો પોત પોતાના નિયત મંડલમાં ગતિ કરવા છતાં' ય સૂર્ય-ચંદ્ર સાથે યોગ કરે છે માટે તેના માસ-વર્ષ પણ અલગથી નિર્મિત થશે. - જિનમત સૂર્ય-ચંદ્ર-નક્ષત્ર ત્રણેયના ગણિત પર આધારિત છે અથવા તો ત્રણેયને સંતુલિત કરીને લોકવ્યવહારમાં પ્રવૃત્તિ કરે છે તેમ કહેવું વધુ ઉચિત લાગે છે, માટે સ્કૂલ બુદ્ધિથી પણ જોતા તટસ્થ વ્યક્તિને જિનમત સત્યની સૌથી વધુ નજીક જણાય છે. 1) સૂર્ય માસ / વર્ષની ઉત્પત્તિ :- મેરૂ આસપાસ પ્રદક્ષિણાકારે ભમતા બન્ને સૂર્યો ક્રમશઃ દક્ષિણ-ઉત્તરાયણ દ્વારા 183-183 દિવસ ગતિ કરતા-કરતા તમામ નક્ષત્રો (રાશિ) સાથે ભોગવટો કરે છે. આમ 366 દિવસ પછી સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં પાછો આવે છે. સૂર્યના ઉત્તરાયણ + દક્ષિણાયન = સૂર્યનું 1 સંવત્સર / વર્ષ = 366 1/ દિવસ. તેને 12 રાશિ વડે ભાગતા-૩૦ દિવસ આવે = 1 માસ યુગ = 5 વર્ષ : 366 x 5 = 1830 દિવસ = 1 યુગનું માપ. ઉપયોગ : વર્ષ, યુગ, પલ્યોપમ, સાગરોપમાદિ કોઇપણ માપ શોધવા માટે વપરાતું ગણિત, તથા અંગ્રેજી કેલેન્ડર.