________________ તે તે નક્ષત્ર વર્ષના અંતિમ દિવસે સૂર્યથી 54900 અંશ આગળ વધી ગયુ હશે, આજ વાતને આધુનિક દ્રષ્ટિકોણથી (કલાક-મીનીટ ના માપથી) મૂલવીએ તો પણ ઘટે છે. નોંધ : પૂલગણિતથી મેળવેલ છે. માટે કંઇક ભેદને અવકાશ છે સૂર્ય અહોરાત્રમાં અકાશમાં જેટલાં અંતરને પસાર કરે તેટલા પ્રમાણક્ષેત્ર 366 દિવસમાં સૂર્ય નક્ષત્રથી પાછળ જાય છે. એટલે 1 અહોરાત્રમાં 24 કલાક અંતર કપાય માટે 366 દિવસે સૂર્ય 24 કલાક પાછળ પડે કારણ કે સૂર્ય લગભગ 60 મુ. = 48 કલાકે 1 મંડલ જ્યારે નક્ષત્ર 59 39 મુ. = 47 કલાક 51 મી 36 . લગભગ 47 કલાક પર મી. માં 1 મંડલ પૂર્ણ કરે છે. માટે પ્રત્યેક મંડલ = 2 દિવસે સૂર્ય લગભગ 81 મી. = 8 મીનીટ 24 સેકન્ડ જેટલો પાછળ પડશે. માટે 366 દિવસે સૂર્ય લગભગ સાધિક 24 કલાક (1467 મીનીટ) પાછળ પડશે. આમ આ માપ (24 કલાક) = એક અહોરાત્રમાં સૂર્ય જેટલી ગતિ કરે છે તેટલું માપ સૂર્ય નક્ષત્રથી પાછળ પડે તેનો તાળો મળી જાય છે. 366 દિવસ દરમ્યાન પાછળ પડતો સૂર્ય ક્રમશ: અર્ધમંડલમાં (24 કલાકમાં સૂર્ય દ્વારા પસાર થતા ક્ષેત્રમાં) રહેલા 28 નક્ષત્રો સાથે યોગ કરી તેને મુક્ત કરે છે અને નવા વર્ષમાં 2 જા સૂર્યના 28 નક્ષત્રો સાથે યોગ કરી મુક્ત કરશે. આમ યુગની આદિથી થઇ 1-3-5-7-9-11 આમ એકી સંખ્યાના વર્ષમાં સૂર્ય પોતાના પરિવારના નક્ષત્રો (રાશિ) સાથે યોગ કરે છે જ્યારે ર૪-૬-૮-૧૦ એટલે બેકી સંખ્યાના વર્ષમાં રજા સૂર્ય-ચંદ્રના પરિવાર ભૂત 28 નક્ષત્રો (રાશિ) સાથે યોગ કરે છે. આ રીતે સતત કોઇને કોઇ નક્ષત્ર (રાશિ) સાથે સૂર્યનો યોગ રહેશે. તેના કોઠો પૂર્વે દર્શાવ્યો જ છે ત્યાંથી જાણી લેવો...બાકી ચંદ્રના નક્ષત્ર સાથે યોગો' પ્રકરણમાં ઘણું બધું જણાવ્યું છે તે જ મુજબ અત્રે પણ સ્વયં જાણી લેવું.