________________ મુક્તિનું સ્વરૂપ 51 મળી હોય તેવા ભવ્યોને માટે પણ સર્વથા દુર્લભ છે, દૂરભવ્યોને મુશ્કેલીથી મળે તેવું છે. મુક્તિનું સ્વરૂપ - કેટલાક મુક્તિને અત્યન્ત અભાવરૂપ માને છે. કેટલાક મુક્તિને જ્ઞાનના અભાવવાળી માને છે. કેટલાક મુક્તિને આકાશની જેમ વ્યાપક માને છે. કેટલાક મુક્તિને પુનરાવર્તનવાળી માને છે, એટલે કે સિદ્ધો મુક્તિમાંથી સંસારમાં જઈને ફરીથી મુક્તિમાં જાય છે - એવું માને છે. કેટલાક મુક્તિને વિષયસુખવાળી માને છે. સર્વજ્ઞ ભગવાન મુક્તિને આવી નથી માનતા, પણ ભાવરૂપ, જ્ઞાનમય, સિદ્ધશિલાની ઉપર લોકાન્ત રહેલી, પુનરાવર્તન વિનાની, અતીન્દ્રિય અનંત આનન્દને અનુભવવાના સ્થાનરૂપ, વિદ્યમાન એવા જ્ઞાન રૂપ આત્માના પ્રસાદથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન ગુણો વડે અસાર એવા સંસારમાંથી સારરૂપ - આવી માને છે. ચૌદ ગુણસ્થાનકે બંધ - કેટલીક સંજ્ઞાઓની સમજણ - (1) બંધવિચ્છેદ - જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો બંધવિચ્છેદ કહ્યો હોય તે તે પ્રકૃતિઓ તે ગુણસ્થાનક સુધી બંધાય, આગળ ન બંધાય. જે ગુણસ્થાનકે જેટલી પ્રકૃતિઓનો બંધવિચ્છેદ કહ્યો હોય તે ગુણસ્થાનકે બંધાતી કુલ પ્રકૃતિઓમાંથી તેટલી સંખ્યા બાદ કરીને પછીના ગુણસ્થાનકે બંધાતી પ્રકૃતિઓની સંખ્યા કહેવી. (2) અબંધ - જે ગુણસ્થાનકે જે જે પ્રકૃતિઓનો અબંધ કહ્યો હોય તે તે પ્રકૃતિઓ તે ગુણસ્થાનકથી અમુક ગુણસ્થાનક સુધી ન બંધાય, આગળ બંધાય. આગળ જ્યાં બંધની શરૂઆત થાય ત્યાં બંધ વધે એમ બતાવેલ છે.