________________ વિસ સ્થાનો 41 (5) ગ્લાન. (6) શૈક્ષક - નૂતનદીક્ષિત. (7) સાધર્મિક. (8) કુલ - એક આચાર્યનો સમુદાય. (9) ગણ-કુલોનો સમૂહ. (10) સંઘ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારનો. આ 10 ની 13 રીતે વૈયાવચ્ચ કરવી - (1) ભોજન આપવું. (2) પાણી આપવું. (3) આસન આપવું. (4) ઉપકરણનું પડિલેહણ કરવું. (5) પગ પ્રમાર્જવા. (6) વસ્ત્ર આપવા. (7) ઔષધ આપવા. (8) માર્ગમાં મદદ કરવી. (9) દુષ્ટ, ચોર વગેરેથી રક્ષણ કરવું. (10) વસતિમાં પ્રવેશતા હોય ત્યારે દાંડો લઈ લેવો. (11) માત્રુનો પ્યાલો આપવો. (12) ચંડિલનો પ્યાલો આપવો. (13) કફનો પ્યાલો આપવો. આ બધા વૈયાવચ્ચના પ્રકારોમાં શક્તિ મુજબ સતત પ્રવૃત્તિ કરવી. (18) અપૂર્વજ્ઞાનગ્રહણ - નવું જ્ઞાન ગ્રહણ કરવું. (19) શ્રુતભક્તિ - શ્રતનું બહુમાન. (20) પ્રવચનપ્રભાવના - શક્તિ મુજબ પ્રવચનના અર્થનો ઉપદેશ આપવો વગેરે.