________________ 42 તીર્થકરના 34 અતિશયો અને 8 પ્રાતિહાર્યો 34 અતિશયોવાળા અને બધા દેવો-મનુષ્યોથી નમાયેલા તે તીર્થકર ભગવાન સર્વશ્રેષ્ઠ તીર્થને પ્રવર્તાવતા દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિજય પામે છે. તીર્થકરના 34 અતિશયો - જન્મથી | 4 અતિશય કર્મક્ષયથી | 11 અતિશય દિવકૃત | 19 અતિશય કુલ | 34 અતિશય (જુઓ પરિશિષ્ટ 6) તે તીર્થકર ભગવાન પૃથ્વી ઉપર વિચરીને ધર્મદેશના વગેરે વડે ભવ્યજીવોને પ્રતિબોધ, દેશવિરતિનું આરોપણ, સર્વવિરતિનું આરોપણ વગેરે કરતા તીર્થંકર નામકર્મને અનુભવે છે. આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે, તે તીર્થકર નામકર્મ કેવી રીતે ભોગવાય છે ? ગ્લાનિ વિના ધર્મદેશના કરવી વગેરે વડે તે તીર્થકરનામકર્મ ભોગવાય છે. તે તીર્થંકર નામકર્મને પ્રભુ પૂર્વેના ત્રીજા ભવમાં બાંધે છે. (ગા. 183) તીર્થકર ભગવાન આઠ પ્રાતિહાર્યોથી યુક્ત હોય છે, કરોડો દેવોદાનવોથી લેવાયેલા હોય છે, સુવર્ણકમળો ઉપર પગ મૂકતા પૃથ્વીતલ ઉપર વિચરે છે. તીર્થકરોના આઠ પ્રાતિહાર્યો - (1) દેવદુંદુભિ (2) દિવ્યધ્વનિ (3) પુષ્પવૃષ્ટિ (8) અશોકવૃક્ષ 1. આ વાત તીર્થંકરનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પૂર્વક્રોડવર્ષ હોય એ મતને આશ્રયીને જાણવી. મતાંતરે તીર્થકરનું ઉત્કૃષ્ટ આયુષ્ય 84 લાખ પૂર્વ કહ્યું છે.