________________ 40 વિસ સ્થાનો (8) વારંવાર જ્ઞાનોપયોગ સતત જ્ઞાનમાં ઉપયોગ. (9) દર્શન - સમ્યક્ત્વ. (10) વિનય - જ્ઞાન વગેરેનો - આ છમાં અતિચારોનો અભાવ. વિનય. (11) આવશ્યક - પ્રતિક્રમણ વગેરે. (12) શીલ - ઉત્તરગુણો. (13) વ્રત - મૂળગુણો. (14) ક્ષણલવસમાધિ - ક્ષણ, લવ વગેરે બધા કાળમાં સતત સંવેગની ભાવનાથી અને ધ્યાન કરવાથી સમાધિ રાખવી. (15) તપસમાધિ - બાહ્યતપ અને અત્યંતરતપમાં શક્તિ મુજબ સતત પ્રવૃત્તિ કરવી. (16) ત્યાગસમાધિ - ત્યાગ બે પ્રકારનો છે - (1) દ્રવ્યત્યાગ - અપ્રાયોગ્ય આહાર, ઉપધિ, શય્યા વગેરેનો ત્યાગ કરવો અને પ્રાયોગ્ય આહાર, ઉપધિ, શય્યા વગેરેનું સાધુઓને દાન કરવું. (2) ભાવત્યાગ - ક્રોધ વગેરેનો ત્યાગ કરવો અને સાધુઓને જ્ઞાન વગેરે આપવું. (17) વૈયાવચ્ચસમાધિ - (1) આચાર્ય. (2) ઉપાધ્યાય. (3) વિર. (4) તપસ્વી.