________________ વિસ સ્થાનો આપી છે તે માત્ર વ્યવહારથી જ, નિશ્ચયથી નહીં, નિશ્ચયનયથી તો કેવળજ્ઞાન અને સૂર્યનું ઘણું અંતર છે. વિંશતિર્વિશિકામાં કહ્યું છે કે, ચન્દ્ર, સૂર્ય અને ગ્રહની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, કેવળજ્ઞાન લોકાલોકને પ્રકાશિત કરે છે. (ગા. 339)' જેણે પૂર્વે પવિત્ર વીસ સ્થાનોની આરાધના કરીને તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય તેવો જીવ અહીં તે તીર્થંકરનામકર્મના ઉદયથી તીર્થકર બને છે. પ્રવચનસારોદ્ધાર (ગા. 310-312), વિચારસાર (ગા. 21-53), રત્નસંચય (ગા. ૩૦૧-૩૭૩)માં તે વિસ સ્થાનો આ પ્રમાણે કહ્યા છે - (1) અરિહંત - તીર્થકર. (2) સિદ્ધ - સકલકર્મોથી મુક્ત, પરમસુખી, એકાંતે કૃતકૃત્ય અત્માઓ. (3) પ્રવચન - દ્વાદશાંગી અથવા સંઘ. (4) ગુરુ - ધર્મોપદેશ વગેરે આપનારા. - આ સાતનું વાત્સલ્ય. (5) સ્થવિર - તે ત્રણ પ્રકારના છે - (1) જાતિસ્થવિર - 60 વર્ષની ઉંમરના. (2) શ્રુતસ્થવિર - સમવાયાંગસૂત્ર ભણેલા. (3) પર્યાયસ્થવિર - 20 વર્ષના પર્યાયવાળા. (6) બહુશ્રુત - ઘણા શ્રુતવાળા. (7) તપસ્વી - અનશન વગેરે વિવિધ તપ કરનારા સામાન્ય સાધુઓ.