________________ 36 શુકુલધ્યાનનો બીજો પાયો પછી સંજવલન ક્રોધનો ક્ષય કરે. પછી સંજવલન માનનો ક્ષય કરે. પછી સંજવલન માયાનો ક્ષય કરે. પછી સંજવલન લોભનો ક્ષય કરે. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો હોવાથી અહીં જીવ વીતરાગ છે અને યથાખ્યાત ચારિત્રવાળો છે. વિશુદ્ધ ભાવવાળો તે ક્ષપક જીવ શુક્લધ્યાનના બીજા પાયાનું ધ્યાન કરે છે. શુકલધ્યાનનો બીજો પાયો - અપૃથકત્વઅવિચારસવિતર્ક શુક્લધ્યાન - ત્રણમાંથી કોઈપણ એક યોગમાં રહેલો જીવ આ ધ્યાન કરે છે. યોગશાસ્ત્ર (ગા. ૯૦૨)માં કયું શુક્લધ્યાન કયા યોગમાં રહેલ જીવ કરે? તે આ પ્રમાણે કહ્યું છે - કયું શુલધ્યાન? | કયા યોગમાં રહેલ જીવ કરે? પહેલું 1 અથવા 3 બીજું | 1 કાયયોગ યોગરહિત ત્રીજું ચોથું અપૃથકત્વ - એક દ્રવ્યનું કે તેના એક ગુણનું કે એક પર્યાયનું નિશ્ચલતાપૂર્વક ધ્યાન કરવું. અવિચાર - શુક્લધ્યાનના જાણકારો કહે છે કે, “એક શબ્દ પરથી બીજા શબ્દ પર, એક અર્થ પરથી બીજા અર્થ પર, એક યોગમાંથી બીજા યોગ પર સંક્રમણ કર્યા વિના શ્રતને અનુસાર ચિંતન કરવું તે અવિચાર