________________ ચોથાથી ૧૨મા ગુણસ્થાનક સુધીમાં ક્ષય થયેલી 63 પ્રકૃતિઓ ધ્યાન છે.' હાલ શુકુલધ્યાનનું જ્ઞાન વિશેષ પ્રકારના શાસ્ત્રોની પરંપરાથી જ મળે છે, અનુભવથી નહીં. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે યોગશાસ્ત્રના આંતરશ્લોકમાં કહ્યું છે કે, “જો કે હાલના જીવો માટે શાસ્ત્રમાં કહ્યા મુજબ શુક્લધ્યાન કરવું મુશ્કેલ છે છતાં અવિચ્છિન્ન પરંપરાથી તેનું સ્વરૂપ અમારા સુધી આવ્યું છે, માટે અમે તે કહીએ છીએ. (ગા. 896) સવિતર્ક - સૂક્ષ્મ એવી અંદરની વિચારણા રૂપ ભાવકૃતના આલંબનથી પોતાના શુદ્ધ પરમાત્માની સૂક્ષ્મવિચારણા કરવી તે સવિતર્ક. પોતાના આત્માના અનુભવથી ક્ષપક સમરસભાવને ધારણ કરે છે. સમરસભાવ = ધ્યાનથી આત્મા અભેદપણે પરમાત્મામાં જે લીન થાય છે તે એકાકારપણું એ સમરસભાવ છે. આ અપૃથકત્વઅવિચારસવિતર્ક શુક્લધ્યાનથી તે કર્મોને બાળે છે. ઉપાજ્ય સમયે નિદ્રા-પ્રચલાનો ક્ષય કરે છે. અંતિમસમયે જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અંતરાય 5 - આ 14 પ્રકૃતિઓનો ક્ષય કરે છે. આમ જીવે ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીમાં 63 પ્રકૃતિઓનો ક્ષય કર્યો. તે આ પ્રમાણે - ચોથાથી બારમા ગુણસ્થાનક સુધીમાં ક્ષય થયેલી 63 પ્રકૃતિઓ - ગુણસ્થાનક ક્ષય થયેલી પ્રકૃતિઓ | ચોથું | નરકાયુષ્ય પાંચમું | તિર્યંચાયુષ્ય સાતમું | દેવાયુષ્ય,અનંતાનુબંધી 4, દર્શન 3