________________ ક્ષપકશ્રેણિનો ક્રમ 35 પાંચમા ભાગે હાસ્ય 6 નો ક્ષય કરે. છઠ્ઠા ભાગે પુરુષવેદનો ક્ષય કરે. સાતમા ભાગે સંજવલનક્રોધનો ક્ષય કરે. આઠમા ભાગે સંજવલનમાનનો ક્ષય કરે. નવમા ભાગે સંજવલનમાયાનો ક્ષય કરે. (10) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક અનિવૃત્તિકરણ ગુણસ્થાનકથી જીવ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જાય છે. ત્યાં સંજવલનલોભને સૂક્ષ્મઅણુરૂપ કરે છે. ક્ષપકને અગ્યારમું ગુણસ્થાનક હોતું નથી, (12) ક્ષીણમોહ ગુણસ્થાનક દસમા ગુણસ્થાનકે સૂક્ષ્મલોભનો ક્ષય કરીને જીવ બારમા ગુણસ્થાનકે આવે છે. અહીં ક્ષપકશ્રેણિ પૂરી કરે છે. પ્રવચનસારોદ્ધાર (ગા. 694), વિચારસાર (ગા. 365), પદાર્થસ્થાપના સંગ્રહ (ગા. પ૭)માં મોહનીયકર્મને આશ્રયીને ક્ષપકશ્રેણિનો ક્રમ આ પ્રમાણે કહ્યો છે - પહેલા અનંતાનુબંધી 4 નો ક્ષય કરે. પછી દર્શન 3 નો ક્ષય કરે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય 4, પ્રત્યાખ્યાનાવરણીય 4 નો ક્ષય કરે. પછી નપુંસકવેદનો ક્ષય કરે. પછી સ્ત્રીવેદનો ક્ષય કરે. પછી હાસ્ય 6 નો ક્ષય કરે. પછી પુરુષવેદનો ક્ષય કરે.