________________ 29 ધ્યાતાનું સ્વરૂપ અડાડાય તે પદ્માસન. કાયોત્સર્ગાસન - ઊભા ઊભા કે બેઠા બેઠા બે હાથ લટકતા રાખવા તે કાયોત્સર્ગાસન. એકાંઆિસન - એક પગ ઉપર ઊભા રહેવું તે. જયંઆિસન - બે પગ ઉપર ઊભા રહેવું તે. વજાસન - વીરાસન કર્યા પછી પીઠ ઉપર બે હાથ વજના આકારે રાખીને બે પગના અંગૂઠા પકડવા તે વજાસન. પર્યકાસન - બન્ને પગની ઉપર બન્ને જંઘા (ઢીંચણ અને ઘૂંટીની વચ્ચેના ભાગ)ના નીચેના ભાગને રાખીને નાભિ પાસે ડાબા હાથની ઉપર જમણો હાથ રાખવો તે પર્યકાસન. સિદ્ધાસન - ડાબા પગની એડીથી અપાન અને લિંગની વચ્ચેના ભાગરૂપ યોનિને દાબીને અને જમણા પગની એડીથી લિંગની ઉપરના પેઢુની પાસેના ભાગને દાબીને, હડપચી છાતી ઉપર રાખીને, ઇન્દ્રિયો અને મનને સ્થિર કરીને, જીભને તાળવાના અંતરમાં રાખીને નાકના દંડ ઉપર સ્થિર થયેલી ભય રહિત દૃષ્ટિથી બે ભ્રમરની વચ્ચે જોવું તે સિદ્ધાસન છે. (2) તેની દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર હોય. (3) તેની આંખો અડધી ખુલ્લી હોય. (4) તેણે કલ્પનાઓની જાળમાંથી મનને દૂર કર્યું હોય. કહ્યું છે કે, જેના મનમાં અશુભ કે શુભ વિકલ્પો ચાલે છે તે પોતાને લોઢાના બંધન જેવા અશુભકર્મથી અને સોનાના બંધન જેવા શુભકર્મથી બાંધે છે. નિદ્રા સારી, મૂચ્છ સારી, ગાંડપણ સારું પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાનરૂપી દુષ્ટ લેશ્યાના વિકલ્પોથી વ્યાકુલ મન સારું નથી.'