________________ 28 ધ્યાતાનું સ્વરૂપ પાંચમા ગુણસ્થાનકે તિર્યંચાયુષ્યનો ક્ષય કરે, સાતમા ગુસથાનકે દેવાયુષ્યનો ક્ષય કરે અને દર્શન 7 નો ક્ષય કરે. આમ ૧૪૮માંથી આ 10 પ્રકૃતિઓનો ક્ષય કરીને 138 પ્રકૃતિની સત્તાવાળો જીવ આઠમા ગુણસ્થાનકે પહોંચે છે. તેણે રૂપાતીત ધ્યાનરૂપી ઉત્કૃષ્ટ ધર્મધ્યાનનો અભ્યાસ કર્યો હોય છે અને તે અભ્યાસથી જ તેની બુદ્ધિ નિર્મળ થઈ હોય છે. અભ્યાસનું મહત્ત્વ શાસ્ત્રમાં આ રીતે બતાવ્યું છે - “અભ્યાસથી આહાર ઉપર વિજય મળે છે, આસન ઉપર વિજય મળે છે, શ્વાસ પર વિજય મળે છે, ચિત્ત સ્થિર થાય છે, ઇન્દ્રિયો જિતાય છે, શ્રેષ્ઠ આનંદ મળે છે અને આત્માનું દર્શન થાય છે. અભ્યાસ વિનાના માત્ર શાસ્ત્રમાં રહેલા ધ્યાનો વડે ફળ મળતું નથી. પાણીમાં પડેલા ફળના પ્રતિબિંબો વડે તૃપ્તિ થતી નથી.” પહેલા સંઘયણવાળો સાધુ આઠમાં ગુણસ્થાનકે શુકલધ્યાનના પૃથક્વવિતર્કસપ્રવિચારરૂપ પહેલા પાયાને શરૂ કરે છે. ધ્યાતાનું સ્વરૂપ - (1) પર્યકાસનને દઢ અને નિશ્ચલ કરે, કેમકે આસનનો જય એ જ ધ્યાનનો પહેલો પ્રાણ છે. કહ્યું છે કે, “આહાર, આસન અને નિદ્રાનો જય કરીને જિનેશ્વરોના મત મુજબ આત્માનું ધ્યાન કરવું. કેટલાક કહે છે કે “સિદ્ધાસન કરે.' અથવા આસનનો કોઈ નિયમ નથી. કહ્યું છે કે, “પદ્માસન, પર્યકાસન, કાર્યોત્સર્ગાસન, એકાંઆિસન, ચંદ્ધિઆસન, વજાસન વગેરે જે જે આસનનો અભ્યાસ કરતા મન સ્થિર થાય તે તે આસનમાં યત્ન કરવો.” પદ્માસન - જે આસનમાં એક જંઘાના મધ્યભાગમાં બીજી જંધાને