________________ 27 ક્ષપકશ્રેણિ - અપૂર્વકરણ ગુણસ્થાનક પછી સ્ત્રીવેદને ઉપશમાવે. પછી હાસ્ય વગેરે 6 ને ઉપશમાવે. પછી પુરુષવેદને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધને ઉપશમાવે. પછી સંજવલન ક્રોધને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય માન-પ્રત્યાખ્યાનાવરણીય માનને ઉપશમાવે. પછી સંજવલન માનને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય માયા-પ્રત્યાખ્યાનાવરણીય માયાને ઉપશમાવે. પછી સંજવલન માયાને ઉપશમાવે. પછી અપ્રત્યાખ્યાનાવરણીય લોભ-પ્રત્યાખ્યાનાવરણીય લોભને ઉપશમાવે. પછી સંજવલન લોભને ઉપશમાવે. ક્ષપકશ્રેણિ (8) અપૂર્વકરણ ગુણસ્થાનક ચરમશરીરી, આયુષ્ય નહીં બાંધેલ, અલ્પ કર્મવાળો, લપક જીવ ચોથા ગુણસ્થાનકે નરકાયુષ્યનો ક્ષય કરે, 1. જે કર્મ સત્તામાં હોય તેનો ક્ષય થાય. ક્ષપક જીવે આયુષ્ય બાંધ્યું ન હોવાથી મનુષ્યાયુષ્ય સિવાયના ત્રણ આયુષ્ય તેને સત્તામાં હોતા જ નથી. તેથી તેમનો ક્ષય ન થાય. છતાં અહીં તેમનો ક્ષય કરે એમ કહ્યું છે તેનો અર્થ આવો કરવો - તેમની સત્તા ન હોય.