________________ 26 ઉપશમશ્રેણિનો ક્રમ આ જીવો પ્રમાદને લીધે મરીને ચાર ગતિવાળા અનંત સંસારમાં ભમે.” અપૂર્વકરણ ગુણસ્થાનક, અનિવૃત્તિનાદર ગુણસ્થાનક અને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક - આ ત્રણે ગુણસ્થાનકે રહેલા ઉપશમક જીવો એક જ ગુણસ્થાનક ચડે છે. એટલે કે અપૂર્વકરણ ગુણસ્થાનકવાળા અનિવૃત્તિનાદર ગુણસ્થાનકે જાય છે, અનિવૃત્તિબાદર ગુણસ્થાનકવાળા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે જાય છે, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવાળા ઉપશાન્તમોહ ગુણસ્થાનકે જાય છે. અપૂર્વકરણ વગેરે ચારે ગુણસ્થાનકવાળા જીવો પતનને આશ્રયીને મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. અથવા ચરમશરીરી જીવો સાતમા ગુણસ્થાનક સુધી જાય છે. તેઓ સાતમા ગુણઠાણાથી ફરીથી ક્ષપકશ્રેણિ માંડે છે, જો તેમણે તે ભવમાં એક જ વાર ઉપશમણિ માંડી હોય તો. જો તેમણે તે ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડી હોય તો તેઓ તે ભવમાં ફરી ક્ષપકશ્રેણિ ન માંડે, કેમકે એક ભવમાં ઉપશમશ્રેણિ માંડનાર તે જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકે છે. એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ માંડનાર તે જ ભવમાં ક્ષપકશ્રેણિ માંડી શકતો નથી. સંસારમાં ઉપશમશ્રેણિ ચાર વાર માંડી શકાય છે. એકભવમાં ઉપશમશ્રેણિ બે વાર માંડી શકાય છે. પ્રવચનસારોદ્ધાર (ગા. 700), સંગ્રહશતક (ગા. પ૪), શતક (પાંચમો કર્મગ્રંથ) (ગા. 98), પદાર્થસ્થાપના સંગ્રહ (ગા. 26), વિચારસાર (ગા. 363) માં ઉપશમશ્રેણિનો ક્રમ આ પ્રમાણે કહ્યો છે - પહેલા અનન્તાનુબન્ધી ચાર કષાયોને ઉપશમાવે. પછી દર્શન 3 ને ઉપશમાવે. પછી નપુંસકવેદને ઉપશમાવે.