________________ 2 5 ઉપશમશ્રેણિ માંડનાર મોક્ષમાં જવાને યોગ્ય શી રીતે હોય? હોય? જવાબ - 77 લવ = 1 મુહૂર્ત. - 7 લવ = મુહૂર્ત. જેનું સાત લવનું આયુષ્ય બાકી હોય તેવો જીવ ઉપશમશ્રેણિ માંડે. ઉપશમશ્રેણિ પૂર્ણ કર્યા વિના જ પાછો વળીને તે સાતમા ગુણસ્થાનકે આવીને ફરી ક્ષપકશ્રેણિ માંડે અને સાત લવમાં ક્ષણમોહ ગુણસ્થાનક પામીને અત્તકૃત કેવલી થઈને મોક્ષે જાય. આમ ઉપશમશ્રેણિ માંડનાર મોક્ષમાં જવાને યોગ્ય હોય. જેનું આયુષ્ય લાંબું હોય તેવો ઉપશમશ્રેણિ માંડનાર જીવ અગ્યારમા ગુસથાનકે ઉપશમશ્રેણિ પૂર્ણ કરીને ચારિત્રમોહનીયને સંપૂર્ણપણે ઉપશમાવે છે. અપૂર્વકરણ ગુણસ્થાનકે અને અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે જીવ દર્શન 7 અને સંજવલન લોભ સિવાયની મોહનીયની 20 પ્રકૃતિઓને ઉપશમાવે છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે તે સંજવલનલોભને સૂક્ષ્મ કરે છે. ઉપશાન્તમોહગુણસ્થાનકે તે સૂક્ષ્મ લોભને સર્વથા ઉપશમાવે છે. ' ઉપશાન્તમોહ ગુણસ્થાનકે દર્શનમોહનીય-ચારિત્રમોહનીયનો ઉપશમ થઈ જવાથી ઔપશમિક સમ્યક્ત્વ અને ઔપશમિક ચારિત્ર હોય છે. અહીં ઉપશમભાવ હોય છે, ક્ષાયિકભાવ-ક્ષાયોપથમિકભાવ હોતા નથી. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જીવ ઉપશાન્તમોહ ગુણસ્થાનકથી પડે છે, એટલે પ્રમાદરૂપી ગંદકીમાં પડે છે. કચરો તળિયે બેસી ગયો હોય તેવું પાણી કોઈના પ્રેરણારૂપી નિમિત્તને પામીને ફરી ડહોળું થાય છે. કહ્યું છે કે, “શ્રુતકેવલી, આહારકશરીરી, ઋજુમતિ, ઉપશાન્તમાહ -