________________ 30 પ્રાણાયામ (5) તે સંસારનો ઉચ્છેદ કરવાના ઉત્સાહવાળો હોય, કેમકે સંસારને છેદનારા ધ્યાન માટે જેને ઉત્સાહ હોય તેને યોગ સિદ્ધ થાય. યોગબિંદુમાં કહ્યું છે કે, '(1) ઉત્સાહ = વર્ષોલ્લાસ. (2) નિશ્ચય = કર્તવ્યનો સ્થિર પરિણામ, અર્થાત્ અધ્યાત્માદિ યોગ જ કરવા યોગ્ય છે, આ યોગ સિવાય બીજું કશું કરવા યોગ્ય નથી એવો નિશ્ચય. (3) ધર્ય = સંકટ આવે તો પણ પ્રતિજ્ઞાથી ચલિત ન થવું. (4) સંતોષ = આત્મામાં જ રમણતા કરવી. (5) તત્ત્વદર્શન = આ સંસારમાં યોગ જ પરમાર્થરૂપ છે એવું ચિંતન. (6) જનપદત્યાગ = સંસારને અનુસરનારા લૌકિક વ્યવહારનો અત્યંત ત્યાગ. આ છ ઉપાયોથી મુનિને યોગની સિદ્ધિ થાય છે. (ગા. 411) આવો ક્ષેપકમુનિ ધ્યાન કરવા માટે યોગ્ય છે. પ્રાણાયામ - અપાનદ્વારથી પોતાના સ્વભાવથી નીકળતા વાયુને મૂલબંધથી સંકોચીને મુનિ ઉપર લઈ જાય, એટલે કે દસમા દ્વારનો વિષય બનાવે. મૂલબંધ - પગની પાનીના ભાગથી અપાન અને લિંગની વચ્ચેના ભાગરૂપ યોનિને દબાવીને, ગુદાને સંકોચીને અને અપાન-વાયુને ઊંચે ખેંચીને મૂલબંધ થાય છે. આ સંકોચવાનું કર્મ જ પ્રાણાયામનું મૂળ છે. કહ્યું છે કે,