________________ ર૦ સાતમું અપ્રમત્તસંવત ગુણસ્થાનક નિરાલંબનધ્યાન ન મળે ત્યાં સુધી જ આવશ્યકો વડે દિવસ-રાત્રી વગેરેમાં લાગેલા દોષોનો નાશ કરવો. (7) સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાનક સંજવલન કષાયનો ઉદય મંદ થવાથી પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાનક તે અપ્રમત્તસંયત ગુણસ્થાનક. જેમ જેમ સંજવલન કષાયો અને નોકષાયોનો ઉદય મંદ થાય તેમ તેમ સાધુ અપ્રમત્ત થાય. કહ્યું છે કે, “જેમ જેમ સુલભ એવા પણ વિષયો ગમતા નથી તેમ તેમ સંવેદનમાં શ્રેષ્ઠ તત્ત્વ આવે છે. જેમ જેમ સંવેદનમાં શ્રેષ્ઠ તત્ત્વ આવે છે તેમ તેમ આનંદ વધવાથી સુલભ વિષયો પણ ગમતા નથી.” આ ગુણસ્થાનકે રહેલા પ્રમાદ વિનાના, મહાવ્રતો અને અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારા, જ્ઞાન-ધ્યાનરૂપી ધનવાળા, મૌન ધારણ કરનારા, કર્મોના ઉપશમ-ક્ષયને અભિમુખ થયેલા મુનિ દર્શન 7 (અનંતાનુબંધી 4, દર્શન મોહનીય 3) સિવાયની મોહનીયની એકવીસ પ્રકૃતિઓના ઉપશમ-ક્ષય માટે નિરાલંબનધ્યાનમાં પ્રવેશ કરવાની શરૂઆત કરે છે. દર્શન 7 નો ઉપશમ-ક્ષય પૂર્વે થઈ ગયો છે. નિરાલંબનધ્યાનમાં પ્રવેશનારા યોગીઓ ત્રણ પ્રકારના હોય છે - (1) પ્રારમ્ભક - સ્વાભાવિક રીતે કે સંસર્ગથી વિરતિના પરિણામ પામીને, એકાંતમાં બેસીને, વાંદરા જેવા ચપળ મનને સ્થિર કરવા માટે સતત નાસિકાના અગ્રભાગે દષ્ટિ રાખીને, વીરાસનમાં બેસીને, નિષ્ઠપ થઈને જેઓ વિધિપૂર્વક સમાધિની શરૂઆત કરે છે તે પ્રારમ્ભક છે. (2) સન્નિષ્ઠ - શ્વાસોચ્છવાસ-આસન-ઇન્દ્રિય-મન-ભૂખ-તરસ નિદ્રાનો જય કરનારો, અંતર્જલ્પ (અંદર બોલવું-જાત સાથે વાતો