________________ પૂર્વેના મહાપુરુષોએ નિરાલંબનધ્યાનના માત્ર મનોરથો જ કર્યા હતા૧૯ તેમ કદાગ્રહી જીવ પ્રમત્તગુણસ્થાનકે કરવા યોગ્ય અને પુણ્યની પુષ્ટિનું કારણ એવી જ આવશ્યક વગેરે કષ્ટક્રિયાઓ કરતો નથી. તેને ક્યારેક અપ્રમત્તસંયત ગુણસ્થાનકે પ્રાપ્ત કરવા યોગ્ય, અમૃતના આહાર જેવો, નિર્વિકલ્પ મન જનિત સમાધિરૂપ નિરાલંબનધ્યાનનો અંશ મળ્યો. તેનાથી તેને આનંદ થયો. તેથી તેને સાદા ભોજન જેવી પ્રમત્ત ગુણસ્થાનકની છે આવશ્યક વગેરે ક્રિયાઓ ગમતી નથી. તેથી તે તે ક્રિયાઓ કરતો નથી. તે મિષ્ટાન્ન જેવું નિરાલંબનધ્યાન ઇચ્છે છે, પણ પહેલું સંઘયણ વગેરે ન હોવાથી હંમેશા તેને નિરાલંબનધ્યાન મળતું નથી. તેથી જ આવશ્યક વગેરે ક્રિયાઓ નહીં કરતો હોવાથી અને નિરાલંબનધ્યાન મળતું ન હોવાથી ઉભયભ્રષ્ટ થયેલો તે કદાગ્રહી જીવ સિદાય છે. - પરમ સંવેગના શિખર ઉપર આરૂઢ થયેલા શ્રીસૂરપ્રભાચાર્ય, શ્રીહેમચન્દ્રાચાર્ય, વસ્તુપાળમંત્રી વગેરે પૂર્વેના મહાપુરુષોએ અને જૈનેતરદર્શનમાં થયેલા ભતૃહરિ વગેરેએ નિરાલંબનધ્યાનના માત્ર મનોરથો જ કર્યા હતા. મનોરથો મુશ્કેલીથી મળતી વસ્તુના થાય છે, સુખેથી મળતી વસ્તુઓના નહીં. રોજ મિષ્ટાન્ન ખાનારો મિષ્ટાન્નના મનોરથો નથી કરતો. રાજા ક્યારેય રાજા બનવાના મનોરથો કરતો નથી. તેથી પરમસંવેગને પામેલા પ્રમત્ત ગુણસ્થાનકે રહેલા જીવોએ અપ્રમત્તસંયત ગુણસ્થાનકને પામવા છતાં પણ (અપ્રમત્ત ગુણઠાણે નિરાલંબનધ્યાનની આશિક અનુભૂતિ થવા છતાં પણ) નિરાલંબનધ્યાનના મનોરથો કરવા, પણ છ કર્મો, છ આવશ્યકો વગેરે વ્યવહારક્રિયાઓનો ત્યાગ ન કરવો. કેમકે કહ્યું છે કે, “કલ્પવેલડી જેવી સમતાને પામીને યોગીઓએ બહાર સદાચારની પ્રવૃત્તિ કરવી જોઈએ. જેઓ યોગનો આગ્રહ રાખીને સદાચારને સેવતા નથી તેઓ યોગ (નિરાલંબનધ્યાન વગેરે) અને લોક (લોકમાં આદર વગેરે) પામતા નથી. માટે જયાં સુધી અપ્રમત્તસંયત ગુણસ્થાનકે કરવા યોગ્ય