________________ પ્રમત્તસંયતગુણસ્થાનકે નિરાલંબન ધર્મધ્યાન ન જ હોય કરીને પદાર્થોના સ્વરૂપને વિચારવું. (2) અપાયરિચય - રાગ, દ્વેષ, કષાયો વગેરેથી થતા અપાયોને વિચારવા. (3) વિપાકવિચય - કર્મોના વિચિત્ર ફળને વિચારવું. (4) સંસ્થાનવિચય - ઉત્પત્તિ-સ્થિતિ-નાશ રૂપ, અનાદિ અનંત લોકની આકૃતિને વિચારવી. જ્યાં સુધી પ્રમાદ હોય ત્યાં સુધી નિરાલંબન ધર્મધ્યાન ન હોય. પ્રમત્તસંયતગુણસ્થાનકે મધ્યમ ધર્મધ્યાન (સાલંબન ધર્મધ્યાન)ની પણ ગૌણતા છે, મુખ્યતા નથી, તો ઉત્કૃષ્ટ ધર્મધ્યાન (નિરાલંબન ધર્મધ્યાન) ન જ હોય. જે પ્રમત્ત સાધુ છ આવશ્યકને છોડીને નિરાલંબન ધ્યાન કરે છે નથી. તે વ્યવહારનું પાલન ન કરતો હોવાથી નિશ્ચયને પામતો નથી. જિનાગમને જાણનારાઓએ વ્યવહારપૂર્વક જ નિશ્ચય સાધવો જોઈએ. આગમમાં કહ્યું છે કે, “જો જિનમતને સ્વીકારતા હો તો વ્યવહારનિશ્ચયને છોડશો નહીં, કેમકે વ્યવહારનયના ઉચ્છેદથી તીર્થનો ઉચ્છેદ કહ્યો છે. (પુષ્પમાળા ગા. 228) દૃષ્ટાંત - કોઈ પુરુષ પોતાના ઘરમાં રોજ સાદું ભોજન ખાય છે. કોઈએ તેને જમવાનું આમંત્રણ આપ્યું. તે તેના ઘરે ગયો. ત્યાં તેણે પૂર્વે ક્યારેય નહીં ખાધેલ મિષ્ટાન્નનું ભોજન ખાધું. તેને તે ભોજન ગમી ગયું. તેથી તે પોતાના ઘરનું સાદું નીરસ ભોજન ખાતો નથી, પણ બહુ જ મુશ્કેલીથી મળે એવું મિષ્ટાન્ન ઇચ્છે છે. તેથી તે પોતાના ઘરના સાદા ભોજનને ખાતો ન હોવાથી અને મિષ્ટાન્ન તેને મળતું ન હોવાથી બન્ને વિના તે સિદાય છે.