________________ છઠું પ્રમત્તસયત ગુણસ્થાનક 17 (2) વ્રતપ્રતિમા (3) સામાયિક પ્રતિમા (4) પૌષધપ્રતિમા (5) પ્રતિમાપ્રતિમા (6) બ્રહ્મચર્યપ્રતિમા (7) સચિત્તવર્જનપ્રતિમા (8) આરંભવર્જનપ્રતિમા (9) પ્રેષ્યવર્જન પ્રતિમા (10) ઉદિષ્ટવર્જનપ્રતિમા (11) શ્રમણભૂતપ્રતિમા (6) છઠું પ્રમત્તસંયત ગુણસ્થાનક મહાવ્રતધારી મુનિને સંજવલન કષાયોના તીવ્ર ઉદયે અંતર્મુહૂર્ત માટે પ્રમાદ થતો હોવાથી તે પ્રમત્ત છે. તેનું ગુણસ્થાનક તે પ્રમત્તસંયતગુણસ્થાનક. જો અંતર્મુહૂર્તથી વધુ પ્રમાદ રહે તો પ્રમત્તસંયતગુણસ્થાનકથી નીચે પડે. જો અંતર્મુહૂર્ત પછી પ્રમાદ વિનાનો થાય તો અપ્રમત્ત ગુણસ્થાનકે જાય. પ્રમાદના પાંચ પ્રકાર - મઘ, વિષય, કષાય, નિદ્રા, વિકથા. પ્રમત્તસંયતગુણસ્થાનકે નોકષાયો હોવાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની મુખ્યતા હોય છે, ચાર પ્રકારના સાલંબન ધર્મધ્યાનની ગૌણતા હોય છે. યોગશાસ્ત્રના આંતરશ્લોકો (ગા. ૮૭૫-૮૭૯)માં ધર્મધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે કહ્યા છે - (1) આજ્ઞાવિચય - સર્વજ્ઞ ભગવાનની અબાધિત આજ્ઞાને આગળ