________________ 14 આર્તધ્યાન, રૌદ્રધ્યાન (iv) મહાવ્રતોને સ્વીકારવાની ઇચ્છાથી ગૃહવાસના સુખ-દુઃખ વગેરે દ્વન્દ્રોનો ત્યાગ કરવો. દેશવિરતિ ગુણસ્થાનકે (1) ચાર પ્રકારનું આર્તધ્યાન અને ચાર પ્રકારનું રૌદ્રધ્યાન મંદ હોય. જેમ જેમ વધુ ને વધુ દેશવિરતિ સ્વીકારે તેમ તેમ આર્તધ્યાનરૌદ્રધ્યાન વધુ ને વધુ મંદ થાય. ચાર પ્રકારનું આર્તધ્યાન - (1) અનિષ્ટના સંયોગની ચિંતા કરવી. (2) ઇષ્ટના વિયોગની ચિંતા કરવી. (3) રોગની ચિંતા કરવી. (4) નિયાણું કરવું. ચાર પ્રકારનું રૌદ્રધ્યાન - (1) હિંસાનન્દરૌદ્ર - હિંસાનું તીવ્ર ચિંતન. (2) મૃષાવાદાનદ્રૌદ્ર - જૂઠનું તીવ્ર ચિંતન. (3) ચૌર્યાનન્દરીદ્ર - ચોરીનું તીવ્ર ચિંતન. (4) સંરક્ષણાનન્દરીદ્ર - પરિગ્રહનું તીવ્ર ચિંતન. (2) છ કર્મો, શ્રાવકની 11 પ્રતિમાઓ, શ્રાવકના બાર વ્રતોના પાલનથી થયેલું મધ્યમ ધર્મધ્યાન હોય. જેમ જેમ વધુ ને વધુ દેશવિરતિ આવે તેમ તેમ ધર્મધ્યાન મધ્યમ સુધી વધુ ને વધુ થાય, પણ ઉત્કૃષ્ટ ધર્મધ્યાન ન આવે. જો ઉત્કૃષ્ટ ધર્મધ્યાન આવે તો ભાવથી સર્વવિરતિ જ આવી જાય. શ્રાવકની 11 પ્રતિમા - જુઓ પરિશિષ્ટ-૫) (1) દર્શનપ્રતિમા