________________ ધર્મધ્યાન કરવી, અંદરમાં સ્ફરનારા ચિંતનો) વડે અનેકવાર તત્ત્વનો અભ્યાસ કરનારો, જીવોને વિષે મૈત્રી-પ્રમોદ-કરુણા રાખનારો, ધ્યાનની ચેષ્ટા વડે અભ્યદય વૃદ્ધિ) પામનારો તે સન્નિષ્ઠ છે. નિષ્પન્નયોગી - બહારના વચનો અને અંદરના વિચારોના મોજાઓ જેમાં શાંત થયા છે એવા વિદ્યાયુક્ત મનમાં નિર્લેપ થઈને સતત આત્મરમણતાનું અમૃત પીનારો તે નિષ્પન્નયોગી (3) છે. અપ્રમત્તગુણસ્થાનકે મુખ્યતાએ ધર્મધ્યાન હોય છે, આંશિક રીતે શુક્લધ્યાન પણ હોય છે. પહેલી રીતે ધર્મધ્યાનના ચાર પ્રકાર - (1) મૈત્રી - બધા જીવોના હિતને વિચારવું. (2) પ્રમોદ - બીજાના ગુણો, સુખ જોઈને આનંદ થવો. (3) કારુણ્ય - બીજાના દુઃખો દૂર કરવાની ઇચ્છા. (4) માધ્યચ્ય - દુષ્ટ જીવોના દોષોની ઉપેક્ષા કરવી. બીજી રીતે ધર્મધ્યાનના ચાર પ્રકાર - (1) આજ્ઞાવિચય, (2) અપાયરિચય, (3) વિપાકવિચય, (4) સંસ્થાનવિચય. તેમનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. ત્રીજી રીતે ધર્મધ્યાનના ચાર પ્રકાર - (1) પિંડસ્થધ્યાન - શરીરયુક્ત આત્માનું ધ્યાન. (2) પદDધ્યાન - આત્મામાં પવિત્રપદો વ્યાપવારૂપ ધ્યાન. (3) રૂપસ્થધ્યાન - આત્માના કલ્પેલા સ્વરૂપનું ધ્યાન. (4) રૂપાતીતધ્યાન - કલ્પનારહિત ધ્યાન. અપ્રમત્ત ગુણસ્થાનકે વ્યવહારક્રિયારૂપ છે આવશ્યકો હોતા નથી,