________________ ચોથું અવિરતસમ્યગૃષ્ટિ ગુણસ્થાનક જાતિ છે. ઘોડી અને ગધેડાના યોગથી ઘોડો કે ગધેડો પેદા નથી થતો, પણ ખચ્ચરરૂપ ત્રીજી જાતિ પેદા થાય છે. ગોળ અને દહીંના યોગથી ગોળનો કે દહીનો રસ નથી અનુભવાતો પણ શ્રીખંડરૂપ ત્રીજી જાતિ અનુભવાય છે. તેમ સર્વશે કહેલા ધર્મ અને અસર્વશે કહેલા ધર્મ બન્ને ઉપર સમાનબુદ્ધિ હોવાથી શ્રદ્ધા હોવી તે મિશ્રગુણસ્થાનરૂપ ત્રીજી જાતિ છે. આ ગુણસ્થાનકે આયુષ્ય ન બંધાય અને મૃત્યુ ન થાય. આ ગુણસ્થાનકેથી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે જઈને મરે. જે ભાવમાં આયુષ્ય બાંધ્યું હોય મિશ્રગુણસ્થાનકેથી ફરી તે જ ભાવમાં જઈને તે મરે અને તે પ્રમાણેની ગતિમાં જાય. (4) ચોથું અવિરતસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક કહેલા જીવ વગેરે પદાર્થોને વિષે સંજ્ઞી પંચેન્દ્રિય ભવ્ય જીવને સ્વભાવથી કે ઉપદેશથી શ્રદ્ધા થવી તે સમ્યત્વ. સ્વભાવથી = પૂર્વભવના વિશેષ અભ્યાસથી પેદા થયેલ અત્યંત ઉપદેશથી = સદ્ગુરુએ ઉપદેશેલા શાસ્ત્રને સાંભળવાથી. અપ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદયથી જયાં વિરતિ ન હોય, પણ એકલું સમ્યક્ત્વ જ હોય તે અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક. શ્રીમંતકુળમાં જન્મેલા કોઈ માણસે જુગાર વગેરેના વ્યસનને લીધે