________________ ત્રિીજું મિશ્ર ગુણસ્થાનક જઘન્યથી 1 સમય માટે અને ઉત્કૃષ્ટથી 6 આવલિકા માટે સાસ્વાદન ગુણસ્થાનકે આવે છે. જેમ ખીરનું ભોજન કરેલ મનુષ્ય તેના વમન વખતે તેના કંઈક સ્વાદને અનુભવે છે તેમ પથમિકસમ્યકત્વને વમતો જીવ આ ગુણસ્થાનકે તેના કંઈક સ્વાદ અનુભવે છે. આ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ થતા જીવને અવશ્ય મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય છે અને તે મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે પ્રશ્ન - વ્યક્તમિથ્યાત્વની પ્રાપ્તિરૂપ પહેલું ગુણસ્થાનક અને મિશ્ર વગેરે ગુણસ્થાનકો ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિરૂપ હોવાથી ગુણસ્થાનક કહેવાય, પણ સાસ્વાદન ગુણસ્થાનક તો સમ્યક્ત્વથી પડવારૂપ છે, ગુણોની વૃદ્ધિરૂપ નથી. તો પછી તેને ગુણસ્થાનક શી રીતે કહેવાય? જવાબ - મિથ્યાત્વ ગુણસ્થાનકની અપેક્ષાએ સાસ્વાદન ગુણસ્થાનકમાં ગુણોની વૃદ્ધિ છે, કેમકે મિથ્યાત્વ ગુણસ્થાનક ભવ્યોને અને અભવ્યોને હોય છે, જ્યારે સાસ્વાદન ગુણસ્થાનક તો ભવ્યોને જ હોય છે અને તેમાં પણ જેમનો સંસાર અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો બાકી હોય તેવા ભવ્યોને જ હોય છે, કેમકે “અંતર્મુહૂર્ત માટે પણ સમ્યકત્વ પામ્યા પછી જીવનો સંસાર અર્ધપુદ્ગલપરાવર્તકાળ જેટલો જ બાકી રહે છે.” એમ નવતત્ત્વપ્રકરણ(ગા.પ૩)માં કહ્યું છે. તેથી સાસ્વાદન ગુણસ્થાનકને પણ ગુણસ્થાનક કહેવાય. (3) ત્રીજું મિશ્ર ગુણસ્થાનક મિશ્રમોહનીયના ઉદયથી જીવને અંતર્મુહૂર્ત માટે એકસાથે સમ્યક્ત્વ અને મિથ્યાત્વને વિષે મિશ્રભાવ થાય તે મિશ્રગુણસ્થાનક. જે સમ્યક્ત્વ કે મિથ્યાત્વ બેમાંથી એક ભાવમાં વર્તતો હોય તે મિશ્રગુણસ્થાનકે નથી, કેમકે મિશ્રગુણસ્થાનક એ સમ્યક્ત્વ અને મિથ્યાત્વ કરતા જુદી ત્રીજી