________________ પથમિક સમ્યકત્વ મિથ્યાત્વમોહનીયનો ઉલ્લેખ કર્યો છે, મિશ્રમોહનીય-સમ્યક્ત્વમોહનીયનો ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ એવું લાગે છે કે મિશ્રમોહનીય-સમ્યક્ત્વમોહનીય પણ મિથ્યાત્વમોહનીયમાંથી જ બનેલ છે, તેથી મિથ્યાત્વમોહનીયના ગ્રહણથી તેમનું પણ ગ્રહણ થઈ જાય. સમ્યકત્વસ્વરૂપકુલક(ગા. ૧૭)માં અને સમ્યકત્વસ્તવ(ગા. ૧૭)માં કહ્યું છે કે, “જેણે ત્રણ પુંજ કર્યા નથી એવો જીવ ઉખરભૂમિ, ઈયળ અને દાવાનળથી બળેલા વૃક્ષના દૃષ્ટાંતો વડે અંતરકરણ ઔપથમિકસમ્યક્ત્વ કે સ્વશ્રેણિગત ઔપશમિક સમ્યક્ત્વ પામે છે.” જેમ દાવાનળ ઉખરભૂમિમાં આવીને બુઝાઈ જાય છે તેમ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય અંતરકરણમાં અટકી જવાથી જીવ ઔપથમિકસમ્યક્ત્વ પામે છે. જેમ ઈયળ સરકતી સરકતી પોતાના ઇષ્ટ સ્થાન સુધી પહોંચી જાય છે તેમ મિથ્યાત્વમોહનીયના ઉદયને ભોગવતો ભોગવતો જીવ અંતરકરણમાં પહોંચી જાય છે. ઈષ્ટ સ્થાનમાં પહોંચ્યા પછી ઈયળની ગતિ અટકી જાય છે તેમ અંતરકરણમાં પહોંચ્યા પછી જીવને મિથ્યાત્વમોહનીયનો ઉદય અટકી જાય છે અને તે ઔપશમિકસમ્યકત્વ પામે છે. અથવા જેમ ભમરીના ધ્યાનથી ઈયળ ભમરીરૂપ બની જાય છે તેમ શુભભાવથી મિથ્યાત્વી જીવ ઔપથમિકસમ્યકત્વ પામી જાય છે. જેમ દાવાનળથી બળેલું ઝાડ નકામું બની જાય છે તેમ મિથ્યાત્વમોહનીયનો ઉદય અટકી જવાથી તે નકામું જાય છે અને જીવ ઔપશમિકસમ્યકત્વ પામે છે. ઔપથમિકસમ્યકત્વથી અનંતાનુબંધી કષાયના ઉદયરૂપી પર્વત પરથી પડેલો જીવ જ્યાંસુધી મિથ્યાત્વરૂપી તળેટીએ ન પહોંચે ત્યાં સુધી