________________ બીજું સાસ્વાદન ગુણસ્થાનક અહિતને જાણતો નથી તેમ મિથ્યાત્વથી મોહ પામેલો જીવ અજ્ઞાનને લીધે ધર્મ-અધર્મને બરાબર જાણતો નથી. જેમ જન્મથી આંધળા જીવો કોઈ વસ્તુમાં સારાપણું-ખરાબપણું જાણતાં નથી તેમ મિથ્યાત્વી જીવો તત્ત્વ-અતત્ત્વને જાણતા નથી. મિથ્યાત્વની સ્થિતિ - અભવ્યોને આશ્રયીને અનાદિ-અનન્ત, ભવ્યોને આશ્રયીને અનાદિ-સાન્ત. મિથ્યાત્વગુણસ્થાનકની સ્થિતિ - અભવ્યોને આશ્રયીને સાદિઅનન્ત, ભવ્યોને આશ્રયીને સાદિ-સાન્ત. (2) બીજું સાસ્વાદન ગુણસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનકના મૂળકારણ રૂપ ઔપશમિક સમ્યકત્વનું સ્વરૂપ - ઔપથમિકસમ્યક્ત્વ બે પ્રકારનું છે - (1) અંતરકરણ ઓપશમિકસમ્યકત્વ - જેણે મિથ્યાત્વમોહનીયકર્મના અશુદ્ધ, અર્ધશુદ્ધ, શુદ્ધ પુંજરૂપ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્ત્વમોહનીય એમ ત્રણ ભેદ નથી કર્યા તેવો જીવ અપૂર્વકરણથી પ્રન્થિભેદ કરીને ઉદયમાં આવેલા મિથ્યાત્વમોહનીયનો ક્ષય કરે છે અને ઉદયમાં નહીં આવેલા મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરે છે. તે અંતરકરણના અંતર્મુહૂર્તકાળ સુધી મિથ્યાત્વમોહનીયના અનુદયરૂપ ઔપથમિકસમ્યકત્વ પામે છે. તે એક જ વાર મળે છે. (2) શ્રેણિગત ઔપશમિકસમ્યકત્વ - ઉપશમશ્રેણિ માંડનાર જીવ મિથ્યાત્વમોહનીય (દર્શન 3) અને અનન્તાનુબન્ધી કષાયના ઉપશમથી આ સમ્યત્વ પામે છે. હકીકતમાં મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય, અનંતાનુબંધી 4 = 7 ના ઉપશમથી શ્રેણિગત ઔપશમિક સમ્યકત્વ પામે છે. અહીં ગ્રંથકારે