________________ અવ્યક્ત મિથ્યાત્વ (9) અમુક્ત જીવોને મુક્ત જીવો માનવા. (10) મુક્ત જીવોને અમુક્ત જીવો માનવા. (2) અવ્યક્ત મિથ્યાત્વ - સ્પષ્ટ ચૈતન્ય વિનાના એકેન્દ્રિય વગેરે જીવોને જે મિથ્યાત્વ હોય તે અવ્યક્ત મિથ્યાત્વ છે. પાંચ પ્રકારના મિથ્યાત્વોમાંનું અનાભોગિક મિથ્યાત્વ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. અથવા સમ્યગ્દર્શનરૂપી આત્માના ગુણને ઢાંકનારું, અનાદિકાળથી આત્મા ઉપર લાગેલું મિથ્યાત્વમોહનીયકર્મ તે અવ્યક્ત મિથ્યાત્વ છે. અવ્યક્ત મિથ્યાત્વ અવ્યવહારરાશિના જીવને અનાદિકાળથી હોય છે. પણ તેને મિથ્યાત્વ ગુણસ્થાનક નથી કહેવાતું. વ્યક્તમિથ્યાત્વની પ્રાપ્તિને જ પહેલું મિથ્યાત્વગુણસ્થાનક કહેવાય છે. પ્રશ્ન - મિથ્યાત્વ ગુણસ્થાનકે બધા જીવસ્થાનો હોય છે.' (ષડશીતિ-ચોથો કર્મગ્રંથ (ગા. 45)) એવું શાસ્ત્રવચન છે. તો પછી વ્યક્તમિથ્યાત્વની પ્રાપ્તિને જ પહેલું ગુણસ્થાનક કેમ કહેવાય છે? જવાબ - “બધા જીવો બધા ભાવો પૂર્વે અનંતવાર પામ્યા છે.' એવું શાસ્ત્રવચન છે. અહીં બધા જીવો એટલે વ્યવહારરાશિના બધા જીવો સમજવા, કેમકે અવ્યવહારરાશિના બધા જીવો બધા ભાવો પૂર્વે અનંતવાર પામ્યા નથી, વ્યવહારરાશિના જ બધા જીવો બધા ભાવો પૂર્વે અનંતવાર પામ્યા છે. તે જ રીતે “મિથ્યાત્વગુણસ્થાને બધા જીવસ્થાનો હોય છે. આ શાસ્ત્રવચનમાં બધા જીવસ્થાનો એટલે વ્યવહારરાશિના બધા જીવસ્થાનો સમજવા. તેથી વ્યવહારરાશિના, વ્યક્ત મિથ્યાત્વને પામેલા જીવો જ પહેલા ગુણસ્થાનકે મળે છે. અવ્યવહારરાશિના જીવોને અવ્યક્ત મિથ્યાત્વ હોવાથી તેઓ પહેલા ગુણસ્થાનકે મળતા નથી. જેમ દારૂના નશાથી જીવનું ચૈતન્ય નાશ પામવાથી તે હિત