________________ વ્યક્ત મિથ્યાત્વ કહ્યું છે - (1) આભિગ્રહિક મિથ્યાત્વ - જૈન ધર્મ સિવાયના બીજા કોઈ એક ધર્મની શ્રદ્ધા કરવી. (2) અનાભિગ્રહિક મિથ્યાત્વ - બધા ધર્મોને સમાન માનવા. (3) આભિનિવેશિક મિથ્યાત્વ - કોઈ એક બાબતનો ખોટો કદાગ્રહ રાખવો. (4) સાંશયિક મિથ્યાત્વ - જિનેશ્વરપ્રભુના વચનમાં શંકા કરવી. અનાભોગિક મિથ્યાત્વ - એકેન્દ્રિય વગેરે સ્પષ્ટ ચૈતન્ય વિનાના જીવોને અનાભોગથી જે મિથ્યાત્વ હોય તે અનાભોગિક મિથ્યાત્વ. આ પાંચ પ્રકારનાં મિથ્યાત્વમાંથી પહેલા ચાર પ્રકારનું મિથ્યાત્વ તે વ્યક્ત મિથ્યાત્વ. સ્થાનાંગસૂત્ર (સૂત્ર ૧૦/૭૩૪)માં ચોથી રીતે વ્યક્ત મિથ્યાત્વ દસ પ્રકારનું કહ્યું છે - (1) અધર્મને ધર્મ માનવો. (2) ધર્મને અધર્મ માનવો. (3) ઉન્માર્ગને માર્ગ માનવો. (4) માર્ગને ઉન્માર્ગ માનવો. (5) અજીવોને જીવો માનવા. (6) જીવોને અજીવો માનવા. (7) અસાધુઓને સાધુઓ માનવા. (8) સાધુઓને અસાધુઓ માનવા.