________________ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક (1) મિથ્યાત્વ ગુણસ્થાનક (2) સાસ્વાદન ગુણસ્થાનક (3) મિશ્ર ગુણસ્થાનક (4) અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક (5) દેશવિરતિ ગુણસ્થાનક (6) પ્રમત્તસંયત ગુણસ્થાનક (7) અપ્રમત્તસંયત ગુણસ્થાનક (8) અપૂર્વકરણ ગુણસ્થાનક (9) અનિવૃત્તિ ગુણસ્થાનક (10) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (11) ઉપશાન્તમોહ ગુણસ્થાનક (12) ક્ષણમોહ ગુણસ્થાનક (13) સયોગીકેવળી ગુણસ્થાનક (14) અયોગીકેવળી ગુણસ્થાનક (1) પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક મિથ્યાત્વના બે પ્રકાર છે - (1) વ્યક્ત મિથ્યાત્વ - સ્પષ્ટ ચૈતન્યવાળા સંજ્ઞીપંચેન્દ્રિય વગેરે જીવોને જે દેવ ન હોય તેમાં દેવની બુદ્ધિ થાય, જે ગુરુ ન હોય તેમાં ગુરુની બુદ્ધિ થાય અને જે ધર્મ ન હોય તેમાં ધર્મની બુદ્ધિ થાય તે વ્યક્ત મિથ્યાત્વ છે. પડશતિભાષ્ય (ગા. ૧,૨)માં અને શતકપ્રકરણભાષ્ય (ગા. 82, ૮૩)માં બીજી રીતે વ્યક્તમિથ્યાત્વ પાંચ પ્રકારનું કહ્યું છે - (1) જિનેશ્વરપ્રભુએ કહેલા જીવ વગેરે પદાર્થોની શ્રદ્ધા ન કરવી. (2) જિનેશ્વરપ્રભુએ કહેલા જીવ વગેરે પદાર્થોની ખોટી રીતે શ્રદ્ધા કરવી. (3) જિનેશ્વરપ્રભુએ કહેલા જીવ વગેરે પદાર્થોથી વિપરીત રીતે પ્રરૂપણા કરવી. (4) જિનેશ્વરપ્રભુએ કહેલા જીવ વગેરે પદાર્થોમાં સંશય કરવો. (5) જિનેશ્વરપ્રભુએ કહેલા જીવ વગેરે પદાર્થોનો અનાદર કરવો. નવપદપ્રકરણ (ગા. ૪)માં ત્રીજી રીતે વ્યક્તમિથ્યાત્વ ચાર પ્રકારનું