________________ મોહનીયકર્મની મુખ્યતા પછી સ્ત્રીવેદનો ક્ષય કરે. પછી હાસ્ય 6 નો ક્ષય કરે. (હાસ્ય 6 = હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. પછી પુરુષવેદનો ક્ષય કરે. પછી સંજવલન ચાર કષાયોનો ક્ષય કરે. આમ વીતરાગતા પામે. (ગા. 259-260)' પ્રશ્ન - એકલા મોહનીય કર્મના નાશથી જિનેશ્વર બનાતું નથી પણ મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય - આ ચારે કર્મોના નાશથી જિનેશ્વર બનાય છે. તો તમે એમ કેમ કહ્યું કે મોહનીય કર્મને હણીને જિનેશ્વર બનેલા પ્રભુને નમસ્કાર થાઓ? જવાબ - (1) આઠે કર્મોમાં મોહનીયકર્મ મુખ્ય છે. રત્નસંચયમાં કહ્યું છે કે, ‘ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય, કર્મોમાં મોહનીયકર્મ, વ્રતોમાં બ્રહ્મચર્યવ્રત અને ગુપ્તિઓમાં મનગુપ્તિ - આ ચારે મુશ્કેલીથી જિતાય છે. (320)' (2) મોહનીયકર્મ હણાયે છતે બાકીના કર્મો સુખેથી હણાય છે. કહ્યું છે કે, “જેમ તાડના ઝાડના માથે રહેલી સોયને (સોય જેવા આકારે ઊગેલા ભાગને) હણવાથી તાડનું ઝાડ હણાઈ જાય છે તેમ મોહનીયકર્મનો નાશ થવાથી બાકીના કર્મો હણાઈ જાય છે.' તેથી મોહનીયકર્મનો ક્ષય થવા પર બાકીના ઘાતી કર્મોનો ક્ષય અવશ્ય થાય જ છે. તેથી અમે જે કહ્યું છે તેમાં કોઈ દોષ નથી. ભવ્યજીવો નિસરણી જેવી ગુણશ્રેણિ ઉપર ચઢીને મુક્તિરૂપી મહેલમાં પહોંચે છે. તેમાં પગથિયા જેવા ગુણસ્થાનકો છે. ગુણસ્થાનક = એક ગુણથી બીજા ગુણની પ્રાપ્તિ રૂપ વિશ્રામસ્થાન. ગુણસ્થાનકો ચૌદ છે. તે આ પ્રમાણે -