________________ 10 સમ્યકત્વના પાંચ લક્ષણો ઘણા અપરાધો કર્યા. સૈનિકોએ તેને જેલમાં નાખ્યો. તે જેલને ખરાબ માને છે અને પોતાના કુળની સંપત્તિને ઇચ્છે છે, પણ સૈનિકોને લીધે તે સંપત્તિને પામી શકતો નથી. તેમ અવિરતસમ્યગ્દષ્ટિ જીવ જેલની જેમ અવિરતપણાને ખરાબ માનતો હોવા છતાં અને વિરતિસુખને ઇચ્છતો હોવા છતાં સૈનિકો જેવા અપ્રત્યાખ્યાનાવરણીય કષાયોના ઉદયથી વિરતિ લઈ શકતો નથી. જેમનો સંસાર અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો બાકી હોય તેવા જીવો સમ્યકત્વ પામે છે, બીજા નહીં. સમ્યકત્વના પાંચ લક્ષણો - (1) કૃપા - દુઃખી જીવોના દુ:ખોને દૂર કરવાની ચિંતા. (2) પ્રશમ - ગુસ્સા વગેરેના કારણો ઊભા થયે છતે તીવ્ર ગુસ્સો ન કરવો. (3) સંવેગ - મોક્ષરૂપી મહેલ ઉપર ચઢવા માટે પગથિયા સમાન એવા સમ્યજ્ઞાન વગેરેને સાધવાના ઉત્સાહરૂપ મોક્ષની અભિલાષા. (4) નિર્વેદ - અત્યંત ખરાબ એવા સંસારરૂપી કેદખાનામાંથી નીકળવાના દ્વાર સમાન શ્રેષ્ઠ વૈરાગ્યમાં પ્રવેશવું. (5) આસ્તિક્ય - સર્વજ્ઞ ભગવાને કહેલા બધા ભાવો હોવાનો નિશ્ચય વિચારવો. આ પાંચ ગુણો જેના મનમાં હોય તે ભવ્યજીવમાં સમ્યકત્વ હોય. ત્રણ કિરણો - જીવના વિશેષ પ્રકારના પરિણામને કરણ કહેવાય છે. જીવ ત્રણ કરણ કરીને સમ્યકત્વ પામે છે. તે આ પ્રમાણે - (1) યથાપ્રવૃત્તિકરણ - જેમ પર્વતની નદીના પાણીમાં ગબડતો પથ્થર