________________ 180 યોગના આઠ અંગો હોય અને સુખકારી હોય = કંટાળો લાવે તેવા ન હોય તો યોગના અંગ બને. પ્રાણાયામ - આસનજય કર્યા પછી ઉચ્છવાસ-નિઃશ્વાસના પ્રવાહને રેચન, સ્તંભન, પૂરણ વડે બહારના અને અંદરના સ્થાનોમાં ધારી રાખવો તે પ્રાણાયામ. (5) પ્રત્યાહાર - ઇન્દ્રિયોને પોતાના વિષયોમાંથી પાછી વાળીને માત્ર પોતાના સ્વરૂપમાં રાખવી તે પ્રત્યાહાર. (6) ધારણા - ચિત્તને અન્ય વિષયોમાંથી ખેંચીને નાભિચક્ર, નાકનો અગ્રભાગ વગેરે ભાગોમાં બાંધવું તે ધારણા. (7) ધ્યાન - જે ભાગમાં ચિત્તને ધારી રાખ્યું હોય તેમાં અન્ય પરિણામનો ત્યાગ કરીને સમાન પરિણામની ધારા રૂપ એકતાનતા લાવવી તે ધ્યાન. (8) સમાધિ - જેમાં ધ્યાતાને પોતાના સ્વરૂપથી શૂન્ય બનીને માત્ર ધ્યેયસ્વરૂપ જ દેખાય તે સમાધિ. * ગુણો મેળવવા પ્રયત્ન કરો, આડંબર કરવાથી શું ફાયદો ? દૂધ વિનાની ગાયના ગળે ઘંટડી બાંધવાથી કાંઈ તે ગાય વેચાઈ જતી નથી. ગુણોથી ઊંચાઈ આવે છે, ઊંચા આસન ઉપર બેસવાથી નથી. મહેલના શિખર ઉપર બેસવાથી કાગડો કાંઈ ગરુડ બની જતો નથી. જે બીજાની નિંદા કરવામાં મૂંગો હોય, જે પરસ્ત્રીને જોવા માટે આંધળો હોય અને જે બીજાનું ધન હરવા માટે પાંગળો હોય તે મહાપુરુષ છે.