________________ 178 સાત પ્રકારના સમુદ્યાત (6) આહારક સમુઘાત :- આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વધર મુનિભગવંત આહારક શરીર બનાવે ત્યારે આહારક સમુદ્યાત કરે છે, તેની પ્રક્રિયા વૈક્રિય સમુદ્રઘાત માફક જાણવી. આ સમુદ્ધાતમાં આહારકશરીરનામકર્મના પુદ્ગલોને ખપાવે છે. (7) કેવળી સમુઘાત :- જે કેવળજ્ઞાની ભગવંતોને આયુષ્યકર્મ કરતાં વેદનીય, નામ અને ગોરા કર્મની સ્થિતિ વધારે હોય છે, તે કેવળીભગવંતો સ્થિતિને સમાન કરવા માટે 13 મા ગુણઠાણાનું છેલ્લું અન્તર્મુહૂર્ત બાકી રહે ત્યારે 8 સમયમાં કેવળી સમુદ્ધાત કરે છે. તેના પ્રથમ સમયે શરીરમાંથી આત્મપ્રદેશોને ઉપર-નીચે બહાર કાઢી ચૌદ રાજલોક પ્રમાણ દંડ કરે છે. બીજા સમયે દંડમાંથી પૂર્વપશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ આત્મપ્રદેશો લોકાંત સુધી ફેલાવી કપાટ કરે છે. ત્રીજા સમયે ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ-પશ્ચિમ આત્મપ્રદેશો લોકાંત સુધી ફેલાવી મંથાન કરે છે. ચોથા સમયે લોકના બાકી રહેલા વિદિશાના ખૂણા પૂરી દે છે. પાંચમા સમયે આત્મપ્રદેશોનો સંહાર કરતાં મંથાન રૂપ બને છે. છટ્ટા સમયે કપાટરૂપ બને છે. સાતમા સમયે દંડ થાય છે. આઠમા સમયે મૂળ શરીરમાં આત્મપ્રદેશો આવી જાય છે. આમ કરતાં આયુષ્ય સિવાયના બાકીના ત્રણે અઘાતી કર્મની ઘણી નિર્જરા કરે છે. આમાં પહેલા તથા 8 મા સમયે ઔદારિક કાયયોગ, બીજા, ૬ઢા, 7 મા સમયે ઔદારિકમિશ્ર કાયયોગ તથા ત્રીજા, ચોથા, પ માં સમયે કાર્પણ કાયયોગ હોય છે.