________________ પરિશિષ્ટ 7 177 આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢી શરીરની જાડાઈ, પહોળાઈ ઊંચાઈ પ્રમાણ સમાન દંડ કરે છે. આ વખતે ઘણા કષાયમોહનીય કર્મને ખપાવે છે. (તીવ્ર કષાય વખતે કષાય સમુઘાત થતો હોવાથી નવા કષાયમોહનીય કર્મ પણ ઘણા જ પ્રમાણમાં બાંધે છે.) (3) મરણ સમુદ્દઘાત:- મૃત્યુની પીડાથી વ્યાકુળ બનેલો આત્મા પોતાના શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજન દૂર રહેલ ભવાંતરના ઉત્પત્તિના સ્થાન સુધી જાય છે અને તે રીતે કરતાં આયુષ્યકર્મના ઘણા પુદ્ગલો ખપાવે છે. કોઈ જીવ ઉત્પત્તિદેશ જઈ પાછો આવી મૃત્યુ પામે છે. જ્યારે બીજા કેટલાક જીવો ઉત્પત્તિદેશે પહોંચીને અહીંના પ્રદેશો ત્યાં ખેંચી લે છે. (4) વૈક્રિય સમુઘાત :- વૈક્રિય લબ્ધિવાળો જીવ જ્યારે ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિય સમુદ્રઘાત કરે છે. તે વખતે મૂળ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી સંખ્યાત યોજન પ્રમાણ લાંબો, શરીર પ્રમાણ પહોળો અને જાડો દંડ કરે છે અને તે દ્વારા વૈકિય વર્ગણાના પુદ્ગલો લઈ નવું વૈક્રિય શરીર બનાવે છે. આ સમુઘાતમાં વૈક્રિયશરીરનામકર્મના ઘણા કર્મોને ખપાવે છે. (5) તૈજસ સમુદ્યાત :- તેજલેશ્યાની લબ્ધિવાળો જીવ શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢી તેજોવણાના પુગલોને ગ્રહણ કરે છે અને તેનાથી તેજોલેશ્યા કે શીતલેશ્યા મૂકે છે. આ વખતે તેજસ નામકર્મના પુગલોને ખપાવે છે.