________________ પરિશિષ્ટ 6 173 તીર્થકરના 34 અતિશયો આ પ્રમાણે છે - જન્મથી થનારા 4 અતિશયો - (1) તીર્થંકરનું શરીર મેલ, રોગ, પસીના વિનાનું હોય છે અને લોકોત્તર રૂપ, રસ, ગંધથી સુંદર હોય છે. (2) તીર્થંકરના શરીરના માંસ અને લોહી ગાયના દૂધની જેમ સફેદ હોય છે અને સુગંધી હોય છે. (3) તીર્થકરના આહાર અને નીહાર (લઘુનીતિ-વડીનીતિનો ત્યાગ) ચર્મચક્ષુથી દેખાતા નથી. (4) તીર્થંકરના શ્વાસોચ્છવાસ વિકસિત કમળની જેમ સુગંધી હોય છે. કર્મોનો ક્ષય થવાથી થનારા 11 અતિશયો - (5) એક યોજનના સમવસરણમાં કરોડો કરોડો દેવો, મનુષ્યો અને તિર્યંચો પરસ્પર પીડા વિના સુખેથી બેસી શકે છે. (6) અર્ધમાગધી ભાષામાં બોલાતી પ્રભુની વાણી બધાને પોતપોતાની ભાષામાં સમજાય છે. (7) ચારે દિશામાં 25 યોજન સુધીમાં જુના રોગો શાંત થાય અને નવા રોગો ઉત્પન્ન ન થાય. (2) ચારે દિશામાં 25 યોજન સુધીમાં પૂર્વભવમાં બાંધેલા વૈરો અને જાતિના વૈરો થતા નથી. (9) ચારે દિશામાં 25 યોજન સુધીમાં દુકાળ (ઓછો વરસાદ થવાના કારણે અનાજ વગેરેની અછત) થતો નથી. (10) ચારે દિશામાં 25 યોજન સુધીમાં સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્રનો ઉપદ્રવ થતો નથી. સાદ થવાના