________________ પરિશિષ્ટ 5 169 આહાર-શરીરસત્કાર-અબ્રહ્મ-વ્યાપારના ત્યાગરૂપ પૌષધ કરવો. (5) પ્રતિમાપ્રતિમા - તેમાં 5 મહિના સુધી પર્વતિથિએ એક રાત્રીનો કાઉસ્સગ્ન કરવો. આ પ્રતિમા કરનારો સાત્ત્વિક અને જ્ઞાની હોય. બાકીના દિવસોમાં તે સ્નાન ન કરે, રાત્રિભોજન ન કરે, દિવસે પ્રકાશમાં વાપરે, વસ્ત્રનો કછોટો ન બાંધે, દિવસે બ્રહ્મચર્ય પાળે, રાત્રે સ્ત્રીઓનું કે તેના ભોગોનું પ્રમાણ કરે. કાઉસ્સગ્નમાં તે જિનેશ્વર ભગવંતોનું કે પોતાના દોષોના પ્રતિપક્ષી ઉપાયોનું ધ્યાન કરે. (6) અબ્રહ્મવર્જનપ્રતિમા - તેમાં 6 મહિના સુધી કામકથા, વધુ પડતી વિભૂષા, સ્ત્રીકથા અને અબ્રહ્મનો ત્યાગ કરવો. (7) સચિત્તાહારવર્જનપ્રતિમા - તેમાં છ મહિના સુધી સચિત્ત આહારનો ત્યાગ કરવો. (8) આરંભવર્જનપ્રતિમા - તેમાં 8 મહિના સુધી પૃથ્વી વગેરેની હિંસારૂપ આરંભ પોતે ન કરવો. આજીવિકા માટે નોકરો વગેરે પાસે આરંભ કરાવે. (9) પ્રેથ્રારંભવર્જનપ્રતિમા - તેમાં 9 મહિના સુધી પોતે તો આરંભ ન જ કરવો પણ બીજા પાસે પણ આરંભ ન કરાવવો. (10) ઉદિષ્ટભક્તવર્જનપ્રતિમા - તેમાં 10 મહિના સુધી પોતાને ઉદ્દેશીને બનાવેલું ભોજન ન વાપરવું. તે અસ્ત્રાથી મુંડન કરાવે કે ચોટલી રાખે. પુત્ર વગેરે સ્વજનો ભૂમિ વગેરેમાં દાટેલ ધન વગેરે પૂછે તે પોતે જાણતો હોય તો કહે, ન જાણતો હોય તો “નથી જાણતો એમ કહે. તે સિવાય તે ઘરનું કંઈ પણ કાર્ય ન કરે. (11) શ્રમણભૂતપ્રતિમા - અસ્ત્રાથી મુંડન કરાવે કે લોચ કરાવે, સાધુના બધા ઉપકરણો રાખે, સાધુની જેમ બધી સાધુસામાચારી પાળે, ભિક્ષા લેવા જાય ત્યારે “પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસકને ભિક્ષા