________________ 17) શ્રાવકની અગ્યાર પ્રતિમા આપો.” એમ કહે. કોઈ પૂછે કે, “તું કોણ છે?' તો “હું પ્રતિમા સ્વીકારેલ શ્રમણોપાસક છું.' એમ કહે. સાધુની જેમ માસકલ્પ વગેરે વિહાર કરે. આમ 11 મહિના સુધી કરે. તે મમત્વ વિના સ્વજનોને મળવા તેમના સ્થાનમાં જાય છે. ત્યાં પણ સાધુની જેમ રહે છે, ઘરની ચિંતા વગેરે કરતો નથી, સાધુની જેમ નિર્દોષ અન્ન-પાણી ગ્રહણ કરે છે. બધી પ્રતિમાઓનો જઘન્ય કાળ અંતર્મુહૂર્ત છે. તે મરણ વખતે કે દીક્ષા વખતે હોય છે. આવશ્યકચૂર્ણિના મતે છેલ્લી સાત પ્રતિમા આ પ્રમાણે છે - (5) રાત્રિભોજનવર્જનપ્રતિમા - તેમાં 5 મહિના સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો. (6) સચિત્તાહારવર્જિનપ્રતિમા - તેમાં 6 મહિના સુધી સચિત્ત આહારનો ત્યાગ કરવો. (7) દિવસબ્રહ્મચર્યપ્રતિમા - તેમાં છ મહિના સુધી દિવસે બ્રહ્મચર્ય પાળે અને રાત્રે પરિમાણ કરે. દિવસરાત બ્રહ્મચર્યપ્રતિમા - તેમાં 8 મહિના સુધી દિવસ-રાત બ્રહ્મચર્ય પાળે, સ્નાન ન કરે, વાળ-દાઢી-મૂછ-નખની શોભા ન કરે. (9) સ્વાયંભત્યાગપ્રતિમા - તેમાં 9 મહિના સુધી પોતે આરંભ ન કરે. (10) પ્રેપ્યારંભત્યાગપ્રતિમા - તેમાં 10 મહિના સુધી બીજા પાસે પણ આરંભ ન કરાવે. (11) ઉદિષ્ટાનવર્જન-શ્રમણભૂતપ્રતિમા - તેમાં 11 મહિના સુધી પોતાની માટે બનાવેલ આહારને વર્જી અને સાધુની જેમ રહે. (8).