________________ 158 શ્રાવકના બાર વ્રતો चतुर्विधः स्यादाहारो-ऽशनं तत्रौदनादिकम् / पानं सुराखिलं चाम्बु, सौवीरप्रभृतीन्यपि // 717 // खादिमं भृष्टधान्यानि, द्राक्षादीनि फलान्यपि / स्वादिमं तु लवङ्गैला-पूगजातीफलादिकम् // 718 // कृते चतुर्विधाहार-त्याग आहारपौषधः / सर्वतः स्यान्निर्विकृत्या, चाचाम्लादौ तु देशतः // 719 // एवमन्येऽपि त्रयः स्यु-र्देशसर्वत्वयोद्विधा / आद्य एव हि भेदे त-द्वयवहारस्तु साम्प्रतम् // 720 // सदा क्वचिद्वा दिवसे, साधूनां दानपूर्वकम् / भुज्यते यत्तदतिथि-संविभागाभिधं व्रतम् // 721 // - કાળલોકપ્રકાશ, સર્ગ 30 મો શ્રાવકના બાર વ્રતો આ પ્રમાણે છે - (1) 5 અણુવ્રત - મહાવ્રતોની અપેક્ષાએ આ વ્રતો નાના હોવાથી તેમને અણુવ્રત કહેવાય છે. (2) 3 ગુણવ્રત - આ વ્રતો ગુણ લાવનાર હોવાથી તેમને ગુણવ્રત કહેવાય છે. (3) 4 શિક્ષાવ્રત - આ વ્રતો ગુરુ વગેરેની શિક્ષાની જેમ વારંવાર કરવા યોગ્ય હોવાથી તેમને શિક્ષાવ્રત કહેવાય છે. વિપાકસૂત્રમાં છેલ્લા સાત વ્રતોને શિક્ષાવ્રત કહ્યા છે. (1) પહેલું અણુવ્રત - સ્થૂલહિંસાનિવૃત્તિ - નિરપરાધી ત્રસ જીવોને નિરપેક્ષપણે ઈરાદાપૂર્વક હણવા નહીં. (2) બીજું અણુવ્રત - સ્થૂલઅસત્યનિવૃત્તિ - કન્યાસંબંધી જૂઠ ન બોલવું, ગાય સંબંધી જૂઠ ન બોલવું, ભૂમિ સંબંધી જૂઠ ન બોલવું, થાપણ ન