________________ 159 પરિશિષ્ટ 4 હરવી અને ખોટી સાક્ષી ન આપવી. (3) ત્રીજું અણુવ્રત - સ્થૂલચોરીનિવૃત્તિ - સંધિભેદ, ગ્રંથિભેદ વગેરે રાજદંડ થાય તેવી ચોરી ન કરવી. ચોથું અણુવ્રત - સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનનિવૃત્તિ - લોકોની સાક્ષિએ સ્વીકારેલ પોતાની પત્નીથી જ સંતુષ્ટ થવું કે પરસ્ત્રીનું સેવન ન કરવું તે. (5) પાંચમું અણુવ્રત - પરિગ્રહ પરિમાણ - વિદ્યમાન પરિગ્રહ અને ઇચ્છા પરિગ્રહનું નિયંત્રણ કરી પરિગ્રહનું પરિમાણ કરવું. (6) પહેલું ગુણવ્રત - દિશાપરિમાણ - દશે દિશાઓમાં નક્કી કરેલ સીમા ન ઓળંગવી. બીજું ગુણવ્રત - ભોગપભોગવિરતિ - જીવનભર માટે કે રોજ માટે ભોગ અને ઉપભોગના દ્રવ્યોનું પરિમાણ કરવું. ભોગ - જેને એક વાર ભોગવાય તે અન્ન, ફૂલની માળા વગેરે ભોગદ્રવ્ય છે. ઉપભોગ - જેને વારંવાર ભોગવાય તે સ્ત્રી વગેરે ઉપભોગદ્રવ્ય છે. આ વ્રતમાં 22 અભક્ષ્યો અને 32 અનંતકાયનો જીવનભર માટે ત્યાગ કરવો. 22 અભક્ષ્ય - (1) ઉદુંબરનું ફળ | (2) વડનું ફળ (3) પ્લેક્ષનું ફળ પાંચ ઉદ્બર (4) કાકોદુંબરનું ફળ (5) પીપળાનું ફળ |