________________ પરિશિષ્ટ 3 153 - યોગશાસ્ત્ર, પહેલો પ્રકાશ શ્રાવકધર્મને યોગ્ય 35 ગુણો આ પ્રમાણે છે - (1) ન્યાય-નીતિથી ધનનું ઉપાર્જન કરનારો હોય. (2) સજ્જનોના આચારની પ્રશંસા કરનારો હોય. (3) સમાન કુળવાળા, સમાન આચારવાળા અને ભિન્ન ગોટાવાળા પાત્રની સાથે લગ્ન કરનારો હોય. (4) પાપોથી ડરતો હોય. (5) પ્રસિદ્ધ એવો દેશનો આચાર પાળતો હોય. (6) કોઈની નિંદા કરતો ન હોય. રાજા વગેરેની વિશેષથી નિંદા ન કરતો હોય. એકદમ જાહેરમાં ન હોય, એકદમ એકાંતમાં ન હોય, સારા પાડોશવાળું હોય અને જેમાં નીકળવાના અનેક ધારો ન હોય તેવા ઘરમાં રહેતો હોય. (8) સારા આચારવાળા લોકોનો સંગ કરનારો હોય. (9) માતા-પિતાની પૂજા કરતો હોય. (10) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનારો હોય. (11) નિંદાપાત્ર કાર્યો કરતો ન હોય. (12) કમાણી પ્રમાણે ખર્ચો કરતો હોય. (13) વૈભવ પ્રમાણે વસ્ત્રો-અલંકારો પહેરતો હોય. (14) બુદ્ધિના આઠ ગુણો (શુક્રૂષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહ, અપોહ, અર્થવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન)થી યુક્ત હોય. (15) દરરોજ ધર્મ સાંભળતો હોય. (16) અજીર્ણમાં ભોજનનો ત્યાગ કરતો હોય. (17) યોગ્ય કાળે સુખેથી પચે તે રીતે ભોજન કરતો હોય.