________________ 154 શ્રાવકના 35 ગુણો (18) પરસ્પર બાધા ન આવે તે રીતે ધર્મ, અર્થ અને કામને સાધતો હોય. (19) અતિથિ, સાધુ અને દીનની ઔચિત્યપૂર્વક સેવા કરતો હોય. (20) કદાગ્રહવાળો ન હોય. (21) ગુણોના પક્ષપાતવાળો હોય. (22) અસ્થાને અને અકાળે જતો ન હોય. (23) બળ-અબળને જાણતો હોય. (24) આચારમાં રહેલા જ્ઞાનવૃદ્ધોની પૂજા કરનારો હોય. (25) પોષણ કરવા યોગ્ય માતા, પિતા, પત્ની, સંતાનો વગેરેનું પોષણ કરનારો હોય. (ર૬) દીર્ધદષ્ટિવાળો હોય. (27) કૃત્ય-અકૃત્યના ભેદને જાણતો હોય. (28) બીજાએ પોતાની ઉપર કરેલા ઉપકારને જાણતો હોય. (29) લોકોમાં પ્રિય હોય. (30) લજ્જાળુ હોય. (31) દયાવાળો હોય. (32) સૌમ્ય (ક્રૂરતા વિનાનો) હોય. (33) બીજા પર ઉપકાર કરવામાં તત્પર હોય. (34) કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદ-આ અંદરના છ દુશ્મનોને વર્જનારો હોય. યુક્તિપૂર્વક કોઈ શીખામણ આપે તો પણ ખોટો આગ્રહ રાખી તે ન સ્વીકારવી તે માન. કુળ, બળ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા વગેરે વડે અહંકાર કરવો અથવા બીજાનો તિરસ્કાર કરવો તે મદ. (35) ઇન્દ્રિયોને વશ કરનારો હોય. આ પાંત્રીસ ગુણોવાળો જીવ ગૃહસ્વધર્મ (શ્રાવકધર્મ) માટે યોગ્ય છે.