________________ 151 પરિશિષ્ટ 2 - શ્રાવકના 21 ગુણો (5) અક્રૂર - ફ્લેશવાળા અધ્યવસાય વિનાનો. (6) ભીરુ - આલોક-પરલોકના અપાયોથી ત્રાસ પામનારો. (7) અશઠ - માયા વિના અનુષ્ઠાન કરનારો. (8) સદાક્ષિણ્ય - પોતાનું કાર્ય છોડીને બીજાનું કાર્ય કરવામાં રસિક. (9) લજ્જાવાન - અકૃત્ય સેવનથી લજ્જા પામનારો. (10) દયાળુ - દુ:ખી જીવોની રક્ષા કરવા ઇચ્છતો. (11) મધ્યસ્થ - રાગ-દ્વેષ રહિત. (12) સૌમ્યદૃષ્ટિ - કોઈને પણ ઉગ નહીં કરાવનારો. (13) ગુણરાગી - ગુણોના રાગવાળો. (14) સત્કથાસુપયુક્ત - સારી કથા કરવાની રુચિવાળા મિત્રોવાળો. (15) સુદીર્ઘદર્શી - લાંબુ વિચારીને પરિણામે સુંદર કાર્ય કરનારો. (16) વિશેષજ્ઞ - સારી અને ખરાબ વસ્તુના વિભાગને જાણનારો. (17) વૃદ્ધાનુગ - ગુણપ્રાપ્તિના ઉદ્દેશથી પરિણતબુદ્ધિવાળા વૃદ્ધોની સેવા કરનારો. (18) વિનીત - ગુરુજનનું ગૌરવ કરનારો. (19) કૃતજ્ઞ - બીજાએ કરેલા આભાવસંબંધી કે પરભવસંબંધી થોડા પણ ઉપકારને જાણનારો. (20) પરહિતાર્થકારી - બીજાના હિતકારી કાર્યોને કરનારો. (21) લબ્ધલક્ષ - પૂર્વભવમાં અભ્યાસ કરેલ હોય તેમ જલ્દીથી બધું ધર્મકાર્ય સમજી જનારો. 1. મતાંતરે સત્યથાયુક્ત અને સુરક્ષયુક્ત એમ બે ગુણો જુદા કહ્યા છે અને મધ્યસ્થસૌમ્યદષ્ટિ એમ એક જ ગુણ કહ્યો છે.