________________ 11 ગ્રંથોના 91 જેટલા શાસ્ત્રપાઠો ટાંક્યા છે. આ શાસ્ત્રપાઠો તેમણે ૩૦થી વધુ ગ્રંથોમાંથી લીધા છે. ઘણા શાસ્ત્રપાઠોના મૂળગ્રંથો શોધી શકાયા નથી. મૂળગ્રંથ અને વૃત્તિની રચના એકદમ સરળ ભાષામાં થઈ છે. તેથી વૃત્તિ સહિત ગ્રંથના પદાર્થો સહેલાઈથી સમજાઈ જાય છે. છેલ્લી ગાથામાં ગ્રંથકારશ્રી કહે છે કે તેમણે આ ગ્રંથમાં પોતે બનાવેલા નવા શ્લોકો મૂક્યા નથી, પણ શ્રુતસમુદ્રમાંથી પૂર્વમહર્ષિઓની સૂક્તિઓરૂપી નાવડી વડે તેમણે આ ગ્રંથનો ઉદ્ધાર કર્યો છે. તેથી આ ગ્રંથમાં તેમણે પ્રાય: પૂર્વમહર્ષિઓએ રચેલા શ્લોકો જ મૂકયા છે. સટીક આ ગ્રંથનું સંશોધન-સંપાદન વર્ષો પૂર્વે પૂજ્ય આગમવિશારદ શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કર્યું હતું. તે શેઠ દેવચંદ લાલભાઈ જૈનપુસ્તકોદ્ધાર તરફથી શાહ નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરીએ વિ.સં. ૧૯૭૨માં પ્રકાશિત કર્યું હતું. પૂર્વપ્રકાશક અને પૂર્વસંશોધકસંપાદકશ્રીનું અમે કૃતજ્ઞભાવે સ્મરણ કરીએ છીએ. ગુણસ્થાનક્રમારોહ મૂળ અને વૃત્તિના મુદ્રણમાં મુનિ યશરત્નવિજયજી સંપાદિત પુસ્તક પણ ઉપયોગી થયું છે. પ્રાકૃતશાસ્ત્રપાઠોની છાયા તેમાંથી જ લીધી છે. તેમને પણ ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકમાં આ ગ્રંથના પદાર્થો સંક્ષેપમાં અને સરળ શૈલીમાં વર્ણવ્યા છે. જરૂર પડે ત્યાં કોઠાઓ દ્વારા પદાર્થો સ્પષ્ટ કર્યા છે. તેથી આ પુસ્તકના માધ્યમે સહુ કોઈ ચૌદ ગુણસ્થાનકોનું સ્વરૂપ ખૂબ જ સહેલાઈથી સમજી શકશે. શાસ્ત્રપાઠો બોલ્ડ ટાઈપમાં મૂક્યા છે જેથી તે ટીકા કરતા જુદા તરી આવે. શાસ્ત્રપાઠોના બોલ્ડ ટાઈપો મૂળગાથાના બોલ્ડ ટાઈપો કરતા નાના રાખ્યા છે જેથી બન્ને વચ્ચેનો ભેદ સહેલાઈથી જાણી શકાય. વૃત્તિમાં આવતા મૂળગાથાના શબ્દો પણ બોલ્ડ ટાઈપમાં મૂક્યા છે જેથી વૃત્તિ વાંચતી વખતે મૂળગાથાનું અનુસંધાન સહેલાઈથી થઈ શકે. આ પુસ્તકમાં શરૂઆતમાં પદાર્થસંગ્રહ રજૂ કર્યો છે. ત્યારબાદ મૂળગ્રંથ અને વૃત્તિ રજૂ કર્યા છે. ત્યાર પછી ચૌદ પરિશિષ્ટો મૂક્યા છે. તેમાં પહેલા આઠ પરિશિષ્ટોમાં ક્રમશઃ આ પુસ્તકમાં ટૂંકમાં લખેલ કર્મપ્રકૃતિઓનો વિસ્તાર,